ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: ડીસામાં સિંચાઈ વિભાગની જમીનમાં ગેરકાયદેસર દબાણ કરનાર સામે ફરિયાદ

Text To Speech

પાલનપુર: ડીસા તાલુકાના રસાણા મોટા ગામે દાંતીવાડા મુખ્ય કેનાલની સિંચાઈ વિભાગની જગ્યામાં એક શખ્સે ગેરકાયદેસર રીતે દબાણ કરી દુકાનો ઊભી કરી દેતા નિવાસી અધિક કલેકટરની સૂચનાથી દાંતીવાડા સિંચાઈ યોજનાના કાર્યપાલક ઇજનેરે ડીસા રૂરલ પોલીસ મથકે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે.

રસાણા મોટા ગામના શખ્સે નહેરની જમીનમાં દુકાનો બનાવી દબાણ કર્યું

દાંતીવાડા સિંચાઈ યોજના ની મુખ્ય નહેર ડીસાના રસાણા મોટા ગામેથી પસાર થાય છે. સિંચાઈ વિભાગ દ્વારા નહેરોની સાફ-સફાઈ માટે નહેરની બાજુમાં રસ્તો રાખેલો છે.ત્યારે ડીસાના રસાણા મોટા ગામે રેવન્યુ સર્વે નંબર 926 વાળી જે સિંચાઈ વિભાગની જગ્યા છે. તેમાં રસાણા મોટા ગામના ચંદુજી બાજુજી ઠાકોર એ ગેરકાયદેસર રીતે દબાણ કર્યું હોવાની જિલ્લા કલેકટરને લેખિત અરજી પાલનપુર તાલુકાના અંત્રોલી ગામના રમેશસિંહ દેવુસિંહ ચૌહાણએ કરી હતી.

દબાણ-humdekhengenews

નિવાસી અધિક કલેકટરની સૂચનાથી દાંતીવાડા કાર્યપાલક ઇજનેરે ફરિયાદ નોંધાવી

જે સંદર્ભે સિંચાઈ વિભાગ દ્વારા તપાસ કરાતા કેનાલની બાજુમાં આવેલ સિંચાઈ વિભાગની જમીનમાં કાચા નળિયા વાળી બે દુકાનો,એક દળણું દળવાની ઘંટી તથા બીજી દુકાનમાં ગલ્લો તેમજ નજીકમાં આવેલ ખુલ્લી જગ્યામાં ત્રણ બાજુથી તારની વાડ કરી સરકારી જમીનમાં 300 ફૂટ જેટલું દબાણ કરેલું હોવાનું જણાયું હતું. જેથી નિવાસી અધિક કલેક્ટર પાલનપુર દ્વારા આ બાબતે ફરિયાદ દાખલ કરવા જણાવતા દાંતીવાડા જળાશય યોજના ના કાર્યપાલક ઇજનેર એસ .આઈ. પટેલ દ્વારા ચંદુજી ઠાકોર સામે ડીસા રૂરલ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ ધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :બનાસકાંઠા: ગામતળ નિમવા માટે ઝુંબેશ ઉપાડી તે દિશામાં નક્કર કામગીરી કરાશે : કલેક્ટર વરૂણ બરનવાલ

Back to top button