બનાસકાંઠા: ડીસાના ડોક્ટર હાઉસમાં દબાણ હટાવવાની કામગીરીનો પ્રારંભ
- પાલિકાની ટીમ સામે વ્હાલા દબલાની નીતિ અપનાવતા હોવાના આક્ષેપો
પાલનપુર, 07 જૂન 2024, ડીસા શહેરના ગાયત્રી મંદિર સામેના વિસ્તારમાં આવેલા દવાખાના વિસ્તાર ડોક્ટર હાઉસમાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર દબાણો ઊભા થયા હોવાની ફરિયાદોને પગલે નગરપાલિકા દ્વારા તબીબોને નોટિસ આપ્યા બાદ આજે દબાણ તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
એકઝીટ દરવાજો ન હોવો તેવી હોસ્પિટલો અને ધ્યાને આવી
ડીસા ડોક્ટર હાઉસમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ગેરકાયદેસર રીતે દબાણો ઊભા થઈ ગયા હોવાની ફરિયાદ નગરપાલિકાને મળી હતી. જેથી પાલિકા દ્વારા તપાસ હાથ ધરાતા ડોક્ટર હાઉસ વિસ્તારમાં ફાયર સેફટી છે પરંતુ નકશા વિરુદ્ધ બાંધકામ કરવું, રસ્તા પરના દબાણો, પાર્કિગ ની જગ્યામાં દબાણ કરવું, કોમન પ્લોટ માં જનરેટર મૂકી કોમન પ્લોટ પર દબાણ કરવું સહીત એકઝીટ દરવાજો ન હોવો તેવી હોસ્પિટલો અને ધ્યાને આવી હતી.
વ્હાલા દવલાની નીતિ અપનાવતા હોવાના આક્ષેપો
જેથી પાલિકા દ્વારા કુલ 47 હોસ્પિટલોને દબાણ અંગેની નોટીસ પાઠવવામાં આવી હતી. જ્યારે આજે પાલિકાની ટીમ દ્વારા જેસીબી મશીન સાથે ડોક્ટર હાઉસ ની બીજી ગલીમાં દબાણ તોડવાનો પ્રારંભ કરાયો હતો જેસીબી મશીન દ્વારા ઓટલાઓ તેમજ રોડ પર થયેલા બાંધકામો દૂર કરવામાં આવ્યા હતા જોકે કેટલાક દુકાનદારોએ પાલિકાની ટીમ સામે વ્હાલા દવલાની નીતિ અપનાવતા હોવાના આક્ષેપો કર્યા હતા.
આ પણ વાંચોઃગેનીબેનના નિવેદનથી પક્ષના કાર્યકરો નારાજ, જુઓ બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખની પોસ્ટ