બનાસકાંઠા: પાલનપુરમાં બાઈક અને ટ્રક વચ્ચે ટક્કર,બાઈક સવારનું મૃત્યુ


પાલનપુર 8 ફેબ્રુઆરી 2024 : પાલનપુર એરોમા સર્કલ પર બાઈક અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક સવારનું મૃત્યુ નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. બાઈક સવારને ટ્રક ચાલકે ટક્કર મારતા બાઈક સવાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો તેથી આજુબાજુના લોકોએ તેને સારવાર માટે પાલનપુર હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. જોકે, હોસ્પિટલમાં તેને મૃત જાહેર કરાયો હતો.
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર એરોમા સર્કલ ખાતે બાઈક અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક સવારનું મૃત્યુ નીપજ્યું છે. ડીસાના બુરાલ ગામના મુકેશસિંહ જે પાલનપુર ખાતે એમાં કંપનીમાં દવાઓનું સીલિંગની નોકરી કરે છે. આજે મુકેશસિંહ પોતાની બાઇક લઇ પાલનપુર એરોમાન સર્કલ જોડેથી પસાર થઈ રહ્યા હતા તે સમય દરમિયાન ટ્રકના ચાલક પૂરઝડપે હંકારી મુકેશસિંહની બાઈકને ટક્કર મારતા બાઈક સવાર ટક્કરના કારણે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી જેથી સ્થાનિક લોકો ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે પાલનપુરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં ડોક્ટરે યુવક મુકેશસિંહને મૃત જાહેર કર્યો હતો. આ બનાવના પગલે પોલીસ ઘટનાસ્થળ પર આવી પહોંચી હતી અને ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરાઈ છે.
આ પણ વાંચો : 15 વર્ષે ઘરમાં દિકરાનો જન્મ થયો અને 2 વર્ષનો થતા ગાડી ચાલકે કચડી નાખ્યો