અમદાવાદગુજરાતટોપ ન્યૂઝ

બનાસકાંઠા કલેક્ટર વરૂણકુમાર બરનવાલ ડેપ્યુટેશન પર દિલ્હી જશે, જાણો તેમના સ્થાને કોને નિમણૂક અપાઈ

Text To Speech

ગાંધીનગર, 13 ઓગસ્ટ 2024, બનાસકાંઠાના કલેક્ટર તરીકે છેલ્લા એક વર્ષ કરતા પણ વધુ સમયથી ફરજ બજાવતા વરૂણકુમાર બરનવાલની દિલ્હી ખાતે વિશેષ અધિકારી તરીકે બદલી કરવામાં આવી છે, તેમને કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીમાં સ્પેશિયલ ડયુટી માટે ખાસ નિયુક્ત કરાયા છે. તેમને ચાર વર્ષ માટે ડેપ્યુટી સેક્રેટરી તરીકે નિમણુંક અપાઈ છે. કેબિનેટ એપોઇન્ટમેન્ટ કમિટી દ્વારા આ નિયુક્તિનો નિર્ણય કરાયો છે. હવે બનાસકાંઠા કલેકટર વરુણકુમાર બરનવાલ વાણિજય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલના વિશેષ અધિકારી તરીકે કારભાર સંભાળશે.તેમના સ્થાને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર મિહિર પ્રવિણકુમાર પટેલને નિમણૂક આપવામાં આવી છે.

વરૂણકુમાર બરનવાલે એક વર્ષ પહેલા ચાર્જ સંભાળ્યો હતો
બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર તરીકે વરૂણકુમાર બરનવાલે એક વર્ષ પહેલા ચાર્જ સંભાળ્યો હતો. વર્ષ- 2014ની બેચના IAS અધિકારી વરૂણકુમાર બરનવાલ મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના બોઇસરના વતની છે અને MIT કોલેજ પૂણેથી એન્જીનિયરીંગનો અભ્યાસ કરેલો છે.તેમણે આ અગાઉ ગુજરાતના વિવિધ જિલ્લાોઓમાં સેવાઓ આપી છે. તેમણે મદદનીશ કલેક્ટર ઝઘડીયા, જિલ્લા વિકાસ અધિકારી ભાવનગર, રિજનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ રાજકોટ અને PGVCL ના મેનેજીંગ ડિરેક્ટર તરીકે પ્રશસંનીય સેવાઓ આપી છે.

આ પણ વાંચોઃસાંસદ ડૉ. હેમાંગ જોષીની ગતિશક્તિ યુનિવર્સિટીની ગવર્નિંગ કાઉન્સિલના સભ્યપદે વરણી

Back to top button