બનાસકાંઠા : ડીસા પાલિકા દ્વારા સ્વચ્છતા પખવાડિયાનો પ્રારંભ
બનાસકાંઠા 03 જૂન 2024 : રાજ્ય સરકારના નિર્મળ ગુજરાત 2.0 અંતર્ગત ડીસા નગરપાલિકા દ્વારા સમગ્ર શહેરમાં સ્વચ્છતા પખવાડિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ડીસા નગરપાલિકા દ્વારા નિર્મલ ગુજરાત 2.0 અંતર્ગત તારીખ 1 જૂનથી 15 જૂન સુધી ડીસા શહેરને સ્વચ્છ બનાવવા સ્વચ્છતા પખવાડિયાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ડીસા નગરપાલિકાના પ્રમુખ સંગીતાબેન દવે, સેનિટેશન શાખાના ચેરમેન મંજુલાબેન કિરણભાઈ રાવળ દ્વારા ડીસા બસ સ્ટેશન થી આ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે પાલિકાના સફાઈ કામદારોની ટીમે સમગ્ર બસ સ્ટેશન માં સફાઈ અભિયાન હાથ ધર્યું હતું. આ પ્રસંગે એસટી વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર ડીસા શહેરમાં મારો કચરો મારી જવાબદારી અંતર્ગત પાલિકા પ્રમુખે અને સેનિટેશન ચેરમેને શહેરીજનોને સાથે મળીને ડીસા શહેરને સ્વચ્છ અને હરિયાળુ બનાવવા સુકો અને ભીનો કચરો અલગ કરવા તેમજ કચરો એકત્ર કરી ડોર ટુ ડોર કચરો એકત્ર કરતી એજન્સીને આપવા અનુરોધ કર્યો હતો.
આ પણ વાંચો : દૂધ અને ટોલ ટેક્સનો ભાવ વધતાં કોંગ્રેસનો આક્ષેપ, ભાજપે અચ્છે દિનનો અહેસાસ કરાવ્યો