ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : સ્વસ્તિક આર્ટ એકેડમીના વિદ્યાર્થીઓ દ્વારા કરાશે માટીના ગણેશજીની સ્થાપના

Text To Speech

પાલનપુર : જ્યારે આપણે આપણા હાથથી માટીનાં ગણપતિ બનાવીશું તો મૂર્તિ સાથે આપણી લાગણી અને સ્નેહનો સંબંધ સ્થાપિત પણ થશે. એજ ગણપતિજીની સાચી સ્થાપના છે. બાળકોના હાથે માટીનાં ગણેશજી બનાવીશું તો ગણેશજીને જન્મોત્સવ પર આનાથી વધુ સ્નેહભર્યું આમંત્રણ બીજું શું હશે…!

ગણેશજી
માટીનાં ગણેશજી

એક ડગલું સંસ્કૃતિથી પ્રકૃતિ તરફ

આવા શુભ વિચારને સાર્થક કરતા પાલનપુરના સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ સંચાલિત સ્વસ્તિક આર્ટ એકેડમીના ડ્રોઇંગ વિભાગનાં બાળ કલાકારોએ ગણેશજીની માટીની મૂર્તિ બનાવવાનો સેમિનાર યોજાયો હતો. બાળકોએ હર્ષભેર બનાવેલ માટીની મૂર્તિને બાળકો આવનાર ગણેશ ચતુર્થીના દિવસે પોતાના ઘરે સ્થાપન સાથે પૂજન કરશે.અને એક ડગલું સંસ્કૃતિથી પ્રકૃતિ તરફ માંડશે.

ગણેશજી

આ વિશેષ કાર્યમાં સંસ્થાના પ્રમુખ રમેશભાઇ પટેલની પ્રેરણાથી સ્વસ્તિક આર્ટ એકેડમીના કો-ઓર્ડિનેટર નયન ચત્રારિયાની સૂચના હેઠળ કલા તજજ્ઞ મનિષાબેન સોંદરવા સાથે કલાશિક્ષક મહેશભાઇ જાદવ,જયેશ વાગડોદા તથા પાર્થભાઇ જાદવ દ્વારા બાળકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Back to top button