બનાસકાંઠા : ગૌ સેવકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ !
પાલનપુર: સહાયના મુદ્દે છેલ્લા એક માસથી ચાલી રહેલા આંદોલનના પગલે શુક્રવારે સરકારી કચેરીઓમાં ગાયોને છોડી મૂકવામાં આવી હતી. ગૌશાળાઓ અને પાંજરાપોળોમાંથી ગાયોને છોડી મુકવામાં આવી રહી છે. જેને લઈને કયાંક રસ્તા ચક્કાજામ બન્યા છે. ડીસા તાલુકાના માલગઢમાં આવેલી ગૌશાળામાંથી પણ ગાયોને છોડી મૂકવામાં આવી હતી. જે હાઇવે ઉપર આવતા જ રસ્તા પરનો વાહન વ્યવહાર થંભી ગયો હતો. અને વાહનોની લાંબી કતાર લાગી ગઈ હતી. બીજી બાજુ ગૌસેવકો સહાયના મુદ્દે નારાજ અને રોષે ભરાયેલા જણાયા હતા. જ્યારે ક્યાંક ક્યાંક ગૌ સેવકો અને પોલીસ વચ્ચે ઘર્ષણના બનાવો પણ બન્યા હતા.
બનાસકાંઠા : ગૌ સેવકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ#banaskatha #Deesa #Palanpur #gujarat #gujaratinews #humdekhengenews #gausala pic.twitter.com/6IK2YnZSV1
— Hum Dekhenge News (@humdekhengenews) September 23, 2022
આ પણ વાંચો: વરસાદ બની શકે છે નવરાત્રિમાં ‘વિઘ્ન’, જાણો ક્યાં અને ક્યારે વરસશે વરસાદ ?
પોલીસ ગૌસેવકોને કોઈપણ ભોગે સરકારી કચેરીઓમાં ગાય આવતી રોકવા માટે મથામણ કરી રહી છે. જ્યારે ગૌસેવકો કોઈપણ ભોગે ગાયોને સરકારી કચેરીઓમાં મોકલી આપવા માટે દોડધામ કરી રહ્યા છે. જેને લઈને બંને પક્ષો વચ્ચે ઘર્ષણના પણ સમાચાર મળી રહ્યા છે.