બનાસકાંઠા : શહેરીજનો ગરમીમાં શેકાશે:ડીસામાં આવતીકાલે UGVCLનું શટ ડાઉન
- શહેરમાં દિવસભર વિજપુરવઠો બંધ રહેશે, લોકો અત્યારથી ચિંતાતુર
પાલનપુર : ડીસા શહેરમાં આવતીકાલે રવિવારે UGVCLનું શટ ડાઉન છે. સમારકામ માટે દિવસભર વીજ પુરવઠો બંધ રહેવાની જાહેરાત કરાઈ છે. જેથી ઉનાળાની કાળજાળ ગરમીથી હેરાન થતા લોકો અત્યારથી જ ચિંતાતુર બની ગયા છે.
આગામી 15 જૂનથી વિધિવત રીતે ડીસા સહિત ગુજરાતભરમાં ચોમાસાની શરૂઆત થઈ જાય છે. ત્યારે UGVCL દ્વારા પણ પ્રિ-મોન્સૂન કામગીરી શરૂ કરાઇ છે. આવતીકાલે UGVCL એ શટ ડાઉન આપી પ્રિ-મોનસુનની કામગીરી કરવાની હોવાથી દિવસભર શહેરમાં વીજ પુરવઠો બંધ રાખવાની જાહેરાત કરાઈ છે. UGVCLની જાહેરાત થતાં જ શહેરીજનો અત્યારથી જ ચિંતામાં ગરકાવ થઈ ગયા છે.
અત્યારે ડીસામાં કાળજાળ ગરમી ચાલી રહી છે. ગરમીનો પારો 40 ડિગ્રી આસપાસ રહે છે. દિવસ ભર બફારાના કારણે લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. તેવામાં વિજકાપની વાત સાંભળતા જ લોકો ટેન્શનમાં આવી ગયા છે. UGVCLના કર્મચારીઓ દ્વારા ઝડપથી સમારકામની કામગીરી પૂર્ણ કરી વીજ પુરવઠો વહેલી તકે શરૂ કરે તેવી લોકોની માગ છે.
આ પણ વાંચો :