બનાસકાંઠા : બદલાયો મોસમનો મિજાજ : જિલ્લામાં ધૂળની ડમરીઓથી વાતાવરણમાં પલટો, ખેડૂતોમાં ચિંતા જોવા મળી
પાલનપુર : ગરમીની ઋતુ ચાલુ છે ત્યારે આ વર્ષે મોટાભાગે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ત્યારે ઘણી વખત કમોસમી વરસાદ સાથે બરફના કરા પણ પડતા જોવા મળ્યા હતા. જેને લઈને ખેડૂતોને નુકશાન વેઠવાનો વારો પણ આવ્યો હતો. બનાસકાંઠા જિલ્લાના મોટા ભાગના તાલુકાઓમાં એકાએક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. દિવસભર કાળજાળ ગરમી બાદ એકાએક આકાશમાં વાદળો છવાયા હતા.
બનાસકાંઠા જિલ્લાના મોટા ભાગના વિસ્તારમાં બે દિવસથી એકાએક વાતાવરણમાં પલટો આવતા વાતાવરણ બદલાયું હતું. ત્યારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડતી જોવા મળી હતી.
પવન સાથે ધૂળની ડમરીઓ ઉડતાં વાતાવરણ ધૂંધળૂ બન્યું હતું. જેને લઈને માર્ગ પર ચાલતા વાહનોની ગતિ પણ ધીમે પડી હતી. તો વાહન ચાલકોને થોડી મુશ્કેલીનો સામનો પણ કરવો પડ્યો હતો.
એક બાજુ મોસમ વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે એકાએક વાતાવરણમાં ફરી પલટો આવતા ખેડૂતોના માથે ચિંતાની લકીરો ખેંચાઈ છે.
આ પણ વાંચો : આફતની આગાહી : બનાસકાંઠા જિલ્લામાં 28 થી 30 મે દરમિયાન માવઠાની આગાહી