બનાસકાંઠા: અંબાજી મંદિરમાં દર્શનના સમયમાં કરાયો ફેરફાર
બનાસકાંઠા જિલ્લામાં આવેલું જગ પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી મંદિર દેશ-વિદેશમાં વિખ્યાત છે. જ્યાં વર્ષે દહાડે કરોડો માઇ ભકતો માં અંબાના દર્શને આવે છે. અને તેમની શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે. રજાના દિવસોમાં માં અંબાના ચરણે દરરોજ હજારોની સંખ્યામાં ભક્તો આશીર્વાદ લેવા આવે છે. ત્યારે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટે ઋતુ પ્રમાણે સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં ફેરફાર થવાના કારણે અને યાત્રાળુઓની સગવડતાને જોઈ મંદિરમાં માતાજીની આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
જેમાં વૈશાખ સુદ-3 થી અંબાજી મંદિરમાં માતાજીના દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરાશે. સાથે સાથે માતાજીની દિવસમાં ત્રણ વાર આરતી કરવામાં આવશે. માં અંબાની સવારે 7:00 કલાકે આરતી, 7:30થી 10:45 દર્શન, બપોરે 12:30 કલાકે રાજભોગ આરતી, ત્યારબાદ 1:00 વાગ્યાથી 4:30 દર્શન, સાંજે 7:00 કલાકે સૂર્યાસ્ત આરતી, 7:30 થી 9:00 વાગ્યા સુધી દર્શન માટે મંદિર ખુલ્લુ રાખવામાં આવશે. જયારે તા. 22 એપ્રિલ થી તા. 19 જૂન ’22 સુધી માતાજીનો અન્નકુટ થઈ શકશે નહિ.
આ પણ વાંચો :બનાસકાંઠા: ગામતળ નિમવા માટે ઝુંબેશ ઉપાડી તે દિશામાં નક્કર કામગીરી કરાશે : કલેક્ટર વરૂણ બરનવાલ