ઉત્તર ગુજરાત

બનાસકાંઠા : ગાયો રોડ ઉપર આવતા થરાદ-સાંચોર હાઇવે પર ચક્કાજામ

Text To Speech

પાલનપુર: રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 500 કરોડની સહાય જાહેર કરાયા બાદ તે ગૌશાળા અને પાંજરાપોળોને ના ચુકવાતા સંસ્થાના સંચાલકોએ આંદોલનના મંડાણ કર્યા હતા. અને શુક્રવાર સવારથી જ તમામ પાંજરાપોળો અને ગૌશાળાઓમાંથી ગાયોને છોડીને સરકારી કચેરીમાં મોકલી આપવાનો સિલસિલો શરૂ થઈ ગયો છે. જેને લઈને અનેક માર્ગો ઉપર હજારો ગાયો સરકારી કચેરીઓમાં લાવવામાં આવી રહી છે. જેના પગલે પોલીસને પણ ભારે દોડધામ કરવી પડી રહી છે. જ્યારે સરહદી વિસ્તાર થરાદ- સાચોર હાઇવે પર પણ આ જ રીતે ગૌશાળામાંથી ગાયો છોડી મૂકવામાં આવતા હાઈવે ઉપર ચક્કાજામના દ્રશ્યો સર્જાયા હતા. જેના પગલે વાહનોની બંને સાઈડ વાહનોની કતારો જોવા મળી રહી છે. બીજી તરફ લાખણી તેમજ ડીસામાં ગાયો માટે ગૌ સેવકો દ્વારા ઝોળી ફેલાવીને દાન એકઠું કરવામાં આવી રહ્યું છે. અને ગાયોના નિભાવ માટે ગૌ પ્રેમીઓને દાન આપવા માટે ગૌ સેવકો વિનંતી કરતા જોવા મળી રહ્યા છે.

થરાદ-સાંચોર હાઇવે- humdekhengenews

ગૌસેવકોની અટકાયત કરી પોલીસ મથક લવાયા

ડીસાના કાંટ પાંજરાપોળમાંથી પણ સવારે ગાયોને છોડી મૂકવામાં આવી હતી. કાંટ પાંજરાપોળમાં ટેટોડા ગૌશાળાના બાપજી, કિશોરભાઈ દવે સહિતના ગૌ સેવકોની પોલીસે અટકાયત કરી લીધી હતી. જેમને ડીસા તાલુકા પોલીસ મથક ખાતે લાવવામાં આવ્યા હતા. આ દરમિયાન મોટી સંખ્યામાં ગૌસેવકો પોલીસ પથકમાં એકઠા થયા હતા.

Back to top button