ઉત્તર ગુજરાતગુજરાત
બનાસકાંઠા : દીઓદર માર્કેટયાર્ડના ચેરમેને બીજા હોદ્દાઓ ઉપરથી સ્વૈચ્છિક રાજીનામું આપ્યુ


પાલનપુર : ભારતીય જનતાપાર્ટી બનાસકાંઠાના અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલાએ એક અખબારી યાદીમાં જણાવ્યું હતું પાર્ટીના આદેશ મુજબ એક વ્યક્તિ એક હોદ્દાને ધ્યાનમાં રાખી તાજેતરમાં ભારતીય જનતાપાર્ટીના મોવડી મંડળ દ્વારા અપાયેલા મેન્ડેડથી નિયુક્તિ પામેલા દિયોદર માર્કેટયાર્ડના ચેરમેન ઈશ્વરભાઈ જેવતાભાઈ પટેલે પાર્ટીની સુચનાને માન્ય રાખી તેઓએ પોતાના દીયોદર ખરીદ વેચાણ સંઘના ચેરમેન-ડિરેક્ટર તેમજ જિલ્લા સહકારી સંઘના ડિરેક્ટર પદની જવાબદારી ઉપરથી સ્વૈચ્છિક રીતે રાજીનામુ સુપ્રત કરેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભારતીય જનતા પાર્ટીના અનેક આગેવાનોએ અગાઉ પણ એકથી વધારે હોદ્દાઓ ઉપરથી સ્વૈચ્છિક રીતે ત્યાગ કરેલ છે અને બીજા આગેવાનો માટે જગ્યા ખાલી કરી આપેલ છે.
આ પણ વાંચો : રાજકોટના યુવકને ઓનલાઈન એપ્લિકેશનથી લોન લેવી મોંઘી પડી, જાણો શું થયું