બનાસકાંઠા : ગુરુપૂર્ણિમાની ઉજવણી, ગુરુ પૂજન કરાયું
પાલનપુર : પાલનપુર સહિત બનાસકાંઠા જિલ્લામાં આજે (સોમવારે) ઠેર ઠેર ગુરૂપૂજન ના કાર્યક્રમ યોજાયા હતા.જેમાં પાલનપુરના વિજય હનુમાન આશ્રમ ખાતે ગુરુપૂર્ણિમા નિમિત્તે નવચંડી યજ્ઞ તેમજ ગુરુપૂજનનું આયોજન રાખવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં ધર્મ પ્રેમી લોકો ઉપસ્થિત રહ્યા હતા.
પાલનપુર: વિજય હનુમાન આશ્રમ ખાતે નવચંડી યજ્ઞ અને ગુરુપૂજનનું આયોજન કરાયું#GuruPurnima #gi #GuruPurnima2023 #palanpur #gujaratupdates #Gujarat #GujaratiNews #humdekhengenews pic.twitter.com/HrAOJsoBu2
— Hum Dekhenge News (@humdekhengenews) July 3, 2023
મોટી સંખ્યામાં ધર્મપ્રેમી લોકો ઉપસ્થિત રહ્યા
બનાસકાંઠા જિલ્લામાં આજે (સોમવારે)ગુરુપૂર્ણિમા નિમિત્તે ઠેર- ઠેર કાર્યક્રમો યોજાયા હતા. જેમાં અંબાજી, બાલારામ, હાથીદરા, રામપુરા, ઢીમા, અમીરગઢ, કટાવ જેવા તીર્થ સ્થાનો માં બિરાજમાન સંતો – મહંતો ના દર્શને ભક્તો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. અને ગુરુ વંદના કરી આશીર્વાદ મેળવ્યા હતા. જેમાં પાલનપુર રામલીલા મેદાન ખાતે આવેલ વિજય સન્યાસ આશ્રમ ખાતે ગુરુપૂર્ણિમા નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. જેમાં નવચંડી યજ્ઞ ગુરુપૂજન સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ધર્મપ્રેમી લોકો ઉપસ્થિત રહ્યા હતા. અને રામેશ્વર બાપુ ગુરુનું પૂજન કરી ધન્યતા અનુભવી હતી.તેમજ 1008 મહામંડલેશ્વર કલ્યાણાનંદગીરી બાપુ વતી રામેશ્વર બાપુએ ભક્તોને આશીર્વચન પાઠવ્યા હતા.
આ પણ વાંચો : અજિત પવાર પોતાની મરજીથી નથી ગયા’, AIMIMના પ્રવક્તાનો દાવો- ‘શરદ પવારની ચાલ છે આ’