બનાસકાંઠા: ડીસા ગાયત્રી શક્તિપીઠમાં ગાયત્રી જયંતી, ગંગા દશેરા અને ગુરૂદેવના મહાપ્રયાણ દિવસની ઉજવણી
પાલનપુર: ડીસા ગાયત્રી શક્તિપીઠ ખાતે જેઠ સુદ દશમ એટલે કે ગાયત્રી જયંતી, ગંગાદશેરા અને પુજ્ય ગુરુદેવના મહાપ્રયાણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વહેલી સવારે યજ્ઞશાળામાં પંચકુડી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન થયું હતું.
પંચકુડી મહાયજ્ઞની સાથે વિવિધ સંસ્કારો કરવામાં આવ્યા
5000 શક્તિપીઠોમાનું એક એટલે ડીસાનું ગાયત્રી મંદિર. આ શક્તિપીઠ પર જેઠ સુદ દશમ એટલે કે ગાયત્રી જયંતી, ગંગાદશેરા અને પુજ્ય ગુરુદેવના મહાપ્રયાણ દિવસની ઉજવણી થઈ હતી. વહેલી સવારે યજ્ઞશાળામાં પંચકુડી ગાયત્રી મહાયજ્ઞમાં મોટી સંખ્યામાં પરીજનો અને સાધકોની ઉપસ્થિતિમાં ગાયત્રી માતાજીનું પુજન ગંગામૈયાનું પુજન તથા ગુરુદેવની પાદુકાનું પુજન થયું હતુ તથા વિવિધ સંસ્કારો પણ કરાવવામાં આવ્યા હતા. પંચકુંડી ગાયત્રી યજ્ઞમાં આહુતિ અર્પણ કરવાં આવી હતી અને સાધકોએ વિશ્વ કલ્યાણના સંકલ્પ કર્યો હતા. ત્યારબાદ માતાજીની આરતી કરવામાં આવી હતી અને પ્રસાદનું વિતરણ કરાયું હતું
આ અંગે ઇશ્વરભાઇ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, આજનો દિવસ અલૌકિક દિવસ છે. આજે ગાયત્રી યજ્ઞશાળામાં યજ્ઞનું આયોજન કરાયું હતું. જેમાં અનેક ભક્તોએ આહુતી આપી વિશ્વ કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી.