ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : ડીસામાં વેકેશન બેચના વિદ્યાર્થીઓનો કારકિર્દી સેમિનાર અને વિદાય સમારંભ યોજાયો

Text To Speech
  • ભવિષ્યમાં આવનાર ટેકનોલોજી, વ્યસાયિક માર્ગદર્શન આપવામાં આવ્યું

પાલનપુર : ડીસામાં ન્યૂ એજ્યુકેશન પોઇન્ટ ખાતે વેકેશન બેચના તાલીમાર્થી વિદ્યાર્થીઓનો કારકિર્દી સેમિનાર અને વિદાય સમારંભ યોજાયો હતો જેમાં વિદ્યાર્થીઓને તેમના ભવિષ્યમાં આવનાર ટેકનોલોજી સાથેના વ્યસાયિક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

 
ડીસામાં ન્યુ એજ્યુકેશન પોઈન્ટ ખાતે 300 જેટલા વિદ્યાર્થીઓ છેલ્લા ત્રણ માસથી વ્યવસાયિક અભ્યાસક્રમની તાલીમ લીધી હતી. તાલીમ પૂર્ણ થતાં વિદ્યાર્થીઓના વિદાય સમારોહની સાથે કારકિર્દી સેમિનારનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં એમ. એન. લૉ કૉલેજ પાટણ નાં પ્રોફેસર ડૉ. અવનિબેન આલ અને પર્યાવરણ પ્રેમી ડૉ.નવીન કાકાએ હાજર રહી તેમના પ્રાસંગિક પ્રવચનમાં વિદ્યાર્થીઓને જીવન ઉપયોગી જ્ઞાન આપવામાં આવ્યુ અને બહેનોને આજનાં યુગમાં પોતાનું આત્મરક્ષણ કંઈ રીતે કરવું, વિદ્યાર્થી મિત્રોને વ્યસમુક્તિ અને રાષ્ટ્ર ભક્તિના વિષે ઊંડું જ્ઞાન આપ્યું, સાથે સમાજમાં યુવાનોની ભૂમિકા વિશે ખુબજ સુંદર ઉદારણ આપી ને વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા.


ડૉ. નવીનકાકાએ પર્યાવરણની જાળવણી કેવી રીતે કરવી અને સ્વચ્છતા વિશે વિદ્યાર્થીની જવાબદરી સમજાવી, પર્યાવરણ હશે તોજ જીવન બચશે તેમજ દરેક વિદ્યાર્થીઓએ જીવનમાં વધુમાં વધુ વૃક્ષો વાવવા જોઈએ તેમ પણ સમજાવ્યું હતું.બંને મહાનુભાવોના હસ્તે વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા. સમગ્ર કાર્યક્રમનુ સંચાલન ન્યુ એજ્યુકેશન પોઇન્ટના સંચાલક પુરષોત્તમભાઈ પુરોહિત અને શિક્ષણ વિદ કૈલેશ ભાઈ દવે અને સ્ટાફગણ દ્વારા કરાયું હતું.

આ પણ વાંચો : બનાસકાંઠા : ડીસાની જેનાલ દૂધ મંડળીમાં રૂ. 45.77 લાખની ઉચાપત, પૂર્વ બે મંત્રીઓ સામે ફરિયાદ

Back to top button