ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: કાંકરેજના ત્રણ પોલીસ સ્ટેશનના રૂ.80 લાખના દારૂ ઉપર ફેરવાયું બુલડોઝર

Text To Speech

પાલનપુર: કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આવેલ બનાસ નદીના પટમાં બેણા વિસ્તારમાં ભીલડી, શિહોરી અને થરા પોલીસ મથકે ઝડપાયેલ વિદેશી દારૂનો જથ્થો નાશ કરાયો હતો.

વિદેશી દારૂનો જથ્થો-humdekhengenews

ડીસા પ્રાંત અધિકારીની હાજરીમાં દારૂ નાશ કરવામાં આવ્યો

જેમાં જુદી-જુદી કંપનીની 44945 દારૂની બોટલો તેમજ બીયર ટીન કુલ મળીને અંદાજિત કિંમત રૂ.80,66,791/- નો દારૂ ડીસા પ્રાંત અધિકારી નેહાબેન પંચાલ તેમજ દીયોદર ડિવિઝન પોલીસ, ભીલડી પોલિસ સ્ટેશનના અધિકારી, પાલનપુર નશાબંધી આબકારી ના પીઆઈ ભાવેશ ચૌધરી, શિહોરી સીપીઆઈ એસ.એ.પટેલ, થરા પીએસઆઈ પી.એન. જાડેજા સાથે શિહોરી પીએસઆઈ અને કાંકરેજ મામલતદાર કચેરી ના નાયબ મામલતદાર અનુપસિંહ અને રેવન્યુ તલાટી મંત્રી સહીત પોલીસ સ્ટાફ હાજરીમાં હિટાચી અને જેસીબી મશીનથી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો.

આ અંગે ડીસા પ્રાંત અધિકારી નેહાબેન પંચાલએ જણાવ્યુ હતુ કે કાંકરેજ વિસ્તારના થરા,ભિલડી અને શિહોરી પોલીસ સ્ટેશનના ટોટલ 180 ગુનાની અંદાજીત 45 હજાર બોટલ કુલ કમત રૂ.85 લાખની રકમનો દારૂ નાશ કરવામાં આવ્યો છે.

Back to top button