ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : BSF દ્વારા અટીરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીની બાઇક રેલી યોજાઈ

Text To Speech
  • આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાષ્ટ્રીય એકતાનો આપશે સંદેશ
  • પૂર્વ મંત્રી હરિભાઈએ જવાનોની બહાદુરી અને દેશદાઝને બિરદાવી

પાલનપુર : આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દેશમાં રાષ્ટ્રીય એકતા અંગે જાગૃતતા વધે એ હેતુસર BSF દ્વારા તા. 2જી ઓક્ટોબરથી પંજાબના અટીરાથી નેશનલ ઇન્ટિગ્રેશન મોટર સાઈકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જે જલંધર, અબોહર, બિકાનેર, જયપુર, જોધપુર, ઉદયપુર, પિંડવાડા, માઉન્ટ આબુ, ગાંધીનગર થઈ આગામી તા. 11 ઓક્ટોબર ના રોજ 2168 કિમીની યાત્રા કરી રાષ્ટ્રીય એકતાના પ્રતીક સમા સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા ખાતે પહોંચશે.

123 BSF બટાલિયનની મોટર સાયકલ રેલી પાલનપુર ખાતે આવી પહોંચતાં પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને સારસ્વત ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ઉપાસના વિદ્યાલય, પાલનપુર ખાતે BSF જવાનોનો સત્કાર સમારંભ યોજાયો હતો. આ રેલી માં 34 જાંબાઝ જવાનો અને 15 સીમા ભવાની મહિલા બાઇકર્સ ભાગ લઈ રહ્યા છે.

BSF-humdekhengenews

 

 

આ પ્રસંગે BSF કમાન્ડર અજિતકુમારે બાઇક રેલીમાં ભાગ લઈ રહેલા તમામ જવાનોને યાત્રાની શુભેચ્છા પાઠવી બી.એસ.એફની સ્થાપના, BSF ના સીમાચિહ્નન રૂપ સાહસો, અને કામગીરીની આછેરી ઝલક આપી હતી.

આ પણ વાંચો : અનંત પટેલ પર હુમલાનો મુદ્દો કોંગ્રેસ માટે બનશે ચૂંટણીમાં જીવનદાન!

તેમણે વધુમાં જણાવ્યું હતું કે BSF ની જાંબાઝ ટીમના પ્રદર્શનને નિહાળી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ તેના સાહસ અને કરતબને નિહાળી ખુશી વ્યક્ત કરી હતી. નોંધનીય છે કે BSF ની જાંબાઝ ટીમના નામે લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં 12 રેકોર્ડ નોંધાયેલા છે.

પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઇ ચૌધરીએ બાઇક સવાર BSFના જવાનોનું બનાસની પુણ્યભૂમિ પર સ્વાગત છે એમ જણાવી જવાનોના સ્વાગતનો શુભ અવસર પ્રાપ્ત થવા બદલ ધન્યતા અનુભવી BSF અને ભારતીય સેનાના લીધે દેશવાસીઓ નિશ્ચિંત અને સુરક્ષિત છે એમ જણાવી જવાનોની બહાદુરી અને દેશદાઝને સલામી આપી બાઈકરેલીને પ્રસ્થાન કરાવ્યું હતું.

BSF-humdekhengenews

આ પ્રસંગે 123 BSF બટાલિયન કમાન્ડર રાજશેખર, ડે. કમાન્ડર દયાલસિંહ, ડી.વાય.એસ.પી. જીજ્ઞેશકુમાર ગામીત, મુનિશ્રી વિજયસુરીશ્રી મહારાજ, શાળાના ટ્રસ્ટી યોગીનભાઈ બ્રહ્મભટ્ટ, સતીષભાઈ સહિત શાળા પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button