બનાસકાંઠા: ડીસા હાઈવે પર બાઈક ચાલકને બચાવવા જતા બોલેરો પલટી


પાલનપુર: ડીસા પાલનપુર હાઇવે પર ભોયણ ગામના પાટીયા નજીક બાઇક ચાલકને બચાવવા જતા બોલેરો કાર પલટી ખાઈ ગઈ હતી. જો કે કાર બાઇકને અડી જતા બાઈક પણ પલટયુ હતુ.જેમાં બાઇક સવાર અને બોલેરો ચાલકને ઇજા થવા પામી હતી.
બાઈક સવાર અને બોલેરો ચાલકને ઇજા
ડીસા-પાલનપુર હાઇવે પર ભોયણ ગામના પાટીયા થી આગળ બપોરના સુમારે બાઈક પર સવાર બે યુવકોને બચાવવા જતા પાછળ આવી રહેલી બોલેરો કાર પલટી ખાઈ ગઈ હતી. જો કે કાર પલટી ખાધા પહેલા બાઇકને અડી જતા બાઈક પણ પલટી જવા પામ્યું હતું.
જેમાં બાઈક સવાર બંને યુવકોને ગંભીર ઇજાઓ થઈ હતી. જ્યારે બોલેરો ચાલકને પણ સામાન્ય ઇજા થઈ હતી. જોકે બોલેરો ચાલક કાર મૂકી નાસી છૂટયો હતો. બનાવવાની જાણ થતા નેશનલ હાઇવે ઓથોરિટી ની ટીમ તેમજ ડીસા તાલુકા પોલીસની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ઈજાગ્રસ્તોને 108 મોબાઈલ વાન મારફત સારવાર અર્થે ખસેડી બંને વાહનોને ટોઈંગ કરી ટ્રાફિક ક્લિયર કર્યો હતો.
આ પણ વાંચો :બનાસકાંઠા : ડીસામાં વધુ એક કાર સળગી:ભોયણ નજીક અલ્ટો કાર સળગતા અફરા તાફરી