ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : અમીરગઢના 41 ગામડાઓમાં અંધારપટ, બે દિવસથી ભારે પવન ફુકાતા 86 વીજપોલ ધરાશાયી

Text To Speech

પાલનપુર : અમીરગઢ વિસ્તારમાં બે દિવસ પહેલા ભારે પવન સાથે વરસાદ આવ્યો હતો. જેથી ખેતી પાક તેમજ સરકારી મિલ્કતોમાં નુકસાન થયું હતું. ખાસ કરીને અનેક વીજપોલ ધરાશાયી થયા હતા. જેનું હજુ સમારકામ થયું નથી.

ત્યારે આજે સવારના સાત વાગ્યાના સુમારે જોરદાર પવન ફૂકાતા મોટા વૃક્ષો ધરાશાયી થયા હતા, જેના પગલે વીજવાયર તૂટી પડતા લાઈટ ડૂલ થઈ હતી. જેથી અંધારપટ છવાયો છે.

હવામાન વિભાગની આગાહી મુજબ અમીરગઢ પંથકમાં વિનાશકારી વાવાઝોડા સાથે વરસાદ આવતા વૃક્ષો, દીવાલો સહીત વીજપોલ તૂટતાં વ્યવસ્થા ખોરવાઈ હતી. બે દિવસથી લાઈટ ન આવતા આવી ગરમીમાં લોકો તોબા પોકારી ઉઠ્યા છે. લાઈટ ન હોવાથી બે દિવસથી પાણી ન આવતા લોકોને હાલાકીઓ પડી રહી છે.


અમીરગઢ તાલુકાના 70 ગામો પૈકી 41 ગાડાઓમાં થઇ કુલ 86 થી વધુ વીજપોલ તૂટી પડતા અંધારપટ છવાયો છે. અસહ્ય ગરમીમાં વીજ પુરવઠો ખોરવાઈ જતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. UGVCLની ટીમો દ્વારા 24 કલાક ખડે પગે રહી કામ કરી રહી છે, સતત બે વખત વરસાદની સાથે સાથે ભારે પવન ફુકાતા ખેતીમાં પણ મોટું નુકસાન થયું છે.

અમીરગઢમાં અનેક લીમડાના ઝાડ સાથે પાણીની પાઇપ પણ નીકળી જતા પાણીની સુવિધાથી લોકો વંચિત છે, ત્યારે તાત્કાલિક વીજ પુરવઠો મળે તેવી લોકમાંગ ઉઠી છે.

આ પણ વાંચો : બનાસકાંઠા : જિલ્લામાં ભારે પવનના કારણે થયેલા નુકસાનનું વળતર ચૂકવવાની માગ

Back to top button