બનાસકાંઠા : પાંચ લાખની લીડથી લોકસભા 2024 ની ચૂંટણી જીતવાનો ભાજપ નો સંકલ્પ
- પાલનપુર ખાતે બનાસકાંઠા લોકસભા ચૂંટણીના મધ્યસ્થ કાર્યાલયનો શુભારંભ
- ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ચૂંટણી પ્રચારના શ્રીગણેશ
પાલનપુર 23 જાન્યુઆરી: લોકસભા 2024 ની ચૂંટણીમાં ગુજરાતની તમામ બેઠકો ભવ્ય લીડથી જીતવા માટે ભાજપ દ્વારા લોકસભાની ચૂંટણી પૂર્વે તમામ લોકસભા બેઠકો પર ચૂંટણીના મધ્યસ્થ કાર્યાલયો નો શુભારંભ કર્યો છે. જેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા એ ગાંધીનગર ખાતે વર્ચ્યુઅલ બેઠક યોજી પાલનપુર ખાતે બનાસકાંઠા લોકસભા બેઠકના ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયનો શુભારંભ કરાવ્યો છે.
દેશમાં લોકસભા 2024 ની ચૂંટણી નજીકમાં છે ત્યારે ભાજપ દ્વારા કેન્દ્ર સરકારમાં ભારે બહુમતથી ફરી એક વાર નરેન્દ્રભાઈ મોદીના હાથમાં દેશનું સુકાન સોંપવાનો દ્રઢ નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો ફરીવાર જંગી લીડથી જીવતા માટે ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ ગાંધીનગર ખાતેથી વર્ચ્યુઅલ બેઠક યોજી રાજ્યની તમામ 26 લોકસભા બેઠકના ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયનો શુભારંભ કરાવ્યો છે. જેમાં પાલનપુર ખાતે બનાસકાંઠા લોકસભા ક્લસ્ટર પ્રભારી અને વેજલપુરના ધારાસભ્ય અમિતભાઈ ઠાકર, લોકસભા પ્રભારી રાજેન્દ્રસિંહ ચાવડા, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ જયંતિભાઈ કવાડીયાની વિશેષ ઉપસ્થિતિમાં બનાસકાંઠા લોકસભા ચૂંટણીના મધ્યસ્થ કાર્યાલયને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. ડીસા ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ ડીસા વિધાનસભામાંથી 1,21,000થી વધુ લીડ અપાવવાનો સંકલ્પ કર્યો હતો
આ પ્રસંગે માજી કેન્દ્રીય મંત્રી હરિભાઇ ચૌધરી, સાંસદ પરબતભાઇ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, લોકસભા સંયોજક રાણાભાઇ દેસાઈ સહિત ધારાસભ્યો અને આગેવાનોએ બનાસકાંઠા લોકસભાની બેઠક પાંચ લાખની જંગી લીડથી જીતવાનો સંકલ્પ કર્યો હતો. આ પ્રસંગે ધારાસભ્ય અનીકેતભાઈ ઠાકર, પ્રવીણભાઈ માળી, કેશાજી ચોહાણ, માવજીભાઈ દેસાઈ, જિલ્લા ભાજપ મહામંત્રી કનુભાઈ વ્યાસ, સંજયભાઈ બ્રહ્મભટ્ટ, શ્રેયાંશભાઈ પ્રજાપતિ, પૂર્વ ધારાસભ્ય રેખાબેન ખાણેસા, ગોવિંદભાઈ પ્રજાપતિ, શશીકાંતભાઈ પંડ્યા, ગોવાભાઈ દેસાઈ, પૂર્વ રાજ્ય સભાના સાંસદ દિનેશભાઇ અનાવાડીયા, ભાજપ અગ્રણી ભાસ્કરભાઈ ઠાકર તેમજ વિવિધ મંડળ ના પ્રમુખ, મંત્રી સહિતના હોદ્દેદારો, સહકારી આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો : કચ્છના જુના રૂદ્રમાતા બ્રિજ ઉપર 31મી સુધી ભારે તેમજ અતિભારે વાહનોની અવર જવર પર પ્રતિબંધ