ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : લોકસભા બેઠક પર ભાજપનો જ્વલંત વિજય થશે : ડૉ.રેખાબેન ચૌધરી

Text To Speech
  • વિજય બાદ ભાજપ દ્વારા જશ્ન કે કોઈ ઉજવણી નહિ કરાય : જિલ્લા ભાજપ પ્રમુખ

બનાસકાંઠા  03 જૂન 2024 : બનાસકાંઠા જિલ્લા સહિત સમગ્ર દેશમાં મંગળવારે લોકસભા 2024ની ચૂંટણીમાં મતગણતરી યોજવાની છે, ત્યારે બનાસકાંઠા જિલ્લામાં ભાજપનો જંગી બહુમતીથી વિજય મેળવશે તેવો જિલ્લા ભાજપ પ્રમુખે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.ચડોતર કમલમ ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા અને બનાસકાંઠા લોકસભાના ઉમેદવાર ડો. રેખાબેન ચૌધરીની અધ્યક્ષતામાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ જણાવ્યું હતું બનાસકાંઠા સહિત રાજ્યમાં તમામ 26 બેઠકો પર ભાજપ વિજય મેળવશે. બનાસકાંઠા લોકસભા બેઠકના ઉમેદવાર ડો.રેખાબેન ચૌધરી જંગી બહુમતીથી વિજય મેળવશે અને ફરી એકવાર દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રધાન મંત્રી બનશે. જોકે ભાજપ દ્વારા કોઈ જ પ્રકારનો વિજ્યોત્સવ મનાવવા નહીં આવે તેમ જણાવ્યું હતું.

તેમણે જણાવ્યું કે, જે ઉમેદવારની જીત થયા બાદ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલની સૂચના અનુસાર ફટાકડા ફોડવા, વિજય સરઘસ, મીઠાઈ ખવડાવવી તેમજ ડીજે સાથેની વિજય યાત્રા જેવા કોઈ જ કાર્યક્રમ કરવામાં નહીં આવે. જયારે લોકસભામાં ઉમેદવાર ડો. રેખાબેન ચૌધરીએ પોતાના વિજયનો વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, સૌથી પહેલા તો મને મોદી સાહેબના નેતૃત્વ અને અમિતભાઈના માર્ગદર્શનથી લઈને જિલ્લા ભાજપ પ્રમુખ સહીત ભાજપના દેવતુલ્ય કાર્યકરોએ મારી સાથે સવા બે મહિનાના ગરમીના સમયમાં જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ ખડે પગે ઉભા રહીને મહેનત કરી છે એ ઉપરથી મને પૂરેપૂરો વિશ્વાસ છે કે અમે ભારતીય જનતા પાર્ટીનો વિજય મેળવી અને એક કમળ જરૂરથી મોદી સાહેબના ચરણમાં અર્પણ કરીશું .જે રીતે વાત કરી એ રીતે રાજકોટની દુઃખદ ઘટનાના કારણે અમે કોઈ વિજય સરઘસ નહી કાઢીએ અને જે પ્રજાજનો અને મતદારોએ દીકરી તરીકે મને જે આશીર્વાદ આપ્યા છે એના ઉપરથી પૂરેપૂરો વિશ્વાસ છે કે બનાસ માંથી અત્યાર સુધી કોઈપણ ઉમેદવારને ન મળ્યા હોય એટલા વોટ મળશે અને વિજય મેળવ્યા બાદ ભાજપ કાર્યાલય કાર્યકર્તાઓને મળીશું. ત્યારબાદ દેવદર્શન માટે માતા અંબાજીના દર્શન કરવા જઈશું ત્યારબાદના દર્શન કરી અને હું ઘરે જઈશ.

આ પણ વાંચો : બનાસકાંઠા લોકસભા સીટની 23 રાઉન્ડમાં હાથ ધરાશે મતગણતરી

Back to top button