ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : ભાજપ દ્વારા પાલનપુરમાં સામ પિત્રોડાનું પૂતળાદહન કરી વિરોધ

Text To Speech
  • કોંગ્રેસના નેતાએ સમગ્ર ભારતના લોકોના રંગભેદને લઈ અપમાન કરતા કાર્યકરો માં નારાજગી

પાલનપુર 9 મે 2024 : કોંગ્રેસના નેતાએ ભારતના લોકોના રંગભેદને લઈ અપમાન કરતાં ભાજપ દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. પાલનપુર અને ડીસામાં ભાજપના કાર્યકરો એ એકઠા થઈ ને વિરોધ પ્રદર્શન કર્યું હતું.

બનાસકાંઠા ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા અધ્યક્ષશ્રી કીર્તિસિંહ વાઘેલાની આગેવાની હેઠળ આજે પાલનપુર શહેરમાં સામ પિત્રોડાનું પૂતળા દહન કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. કોંગ્રેસના નેતા સામ પિત્રોડાને ભારતના અલગ અલગ પ્રાંતના લોકોને રંગભેદની રીતે અલગ અલગ સરખાવતા ચામડીના રંગભેદની રાજ રમત રમવાનો અધિકાર કોણે આપ્યો ? તેવા સવાલ ભાજપ દ્વારા ઉઠાવવામાં આવ્યાં હતાં. બંધારણને માથે લઈને નાચનારા કોંગ્રેસના લોકો દેશની પ્રજાનું અપમાન કરી રહ્યા છે. જેની સામે ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠાના અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલાની આગેવાની હેઠળ પાલનપુર ગુરુનાનક ચોક ખાતે ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા કોંગ્રેસના સામ પિત્રોડા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી સામ પિત્રોડાનું પૂતળા દહન કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. જ્યારે ડીસા શહેરમાં પણ સાઈ બાબા મંદિર આગળ એકઠાં થયેલા ભાજપના કાર્યકરો એ વિરોધ પ્રદર્શન કર્યું હતું.

પાલનપુરમાં પૂતળાં દહન ના કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ કિર્તીસિંહ વાઘેલા, પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી, પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઇ પ્રજાપતિ, અમરીશપુરી ગૌસ્વામી, જયેશભાઇ પ્રજાપતિ, જિલ્લા મીડિયા કન્વીનર રશ્મિકાન્ત મંડોરા, નગરપાલિકા પ્રમુખ ચીમનલાલ સોલંકી, શહેર ભાજપ મહામંત્રી અતુલભાઇ જોષી સહિત મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરો જોડાયાં હતા.

આ પણ વાંચો : ગુજરાત CID ક્રાઈમે ભરૂચમાંથી ISI એજન્ટને પકડ્યો, દેશની ગુપ્ત માહિતી પાકિસ્તાન મોકલતો હતો

Back to top button