બનાસકાંઠા : ડીસા-પાલનપુરના વોર્ડની પેટા ચૂંટણીના ભાજપે ઉમેદવાર જાહેર કર્યા


પાલનપુર : રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા પાલનપુર અને ડીસા નગરપાલિકાની પેટા ચૂંટણી 2023 આગામી તારીખ 6 ઓગસ્ટના રોજ યોજાનાર છે. આ ચૂંટણીના ઉમેદવારી પત્ર પણ ભરાવવાના પણ શરૂ થઈ ગયા છે. જ્યારે આવતીકાલે તારીખ 22 જુલાઈ 23 ના રોજ ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા ડીસાના વોર્ડ નંબર 9 અને પાલનપુરના વોર્ડ નંબર 4 ની બેઠક (પછાત વર્ગ) માટે પેટા ચૂંટણી ના ઉમેદવાર જાહેર કરાયા છે.
જેમાં ડીસામાં ભાજપના ઉમેદવાર તરીકે પત્રકાર કાંતિલાલ લોઢા અને પાલનપુરમાં અરબ મોહમ્મદ નદીમને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે ડીસામાં પાલિકાના બોર્ડની પેટા ચૂંટણી માટે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે ઇમરાન કુરેશીને જાહેર કર્યા છે. ત્યારે હવે આ પેટા ચૂંટણીને લઈને બંને પક્ષોમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો : અમદાવાદ સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટ દ્વારા સર્જરીની સેવા, બે મહિનામાં પાંચ દર્દીનું જીવન પીડામુક્ત બનાવ્યું