બનાસકાંઠા : ડીસામાં ભાજપના ઉમેદવાર ડૉ. રેખાબેનના સમર્થનમાં યોજાઈ બાઇક રેલી
- શહેરના મુખ્ય માર્ગો ઉપર ફરતા લોકોએ પુષ્પ વર્ષા કરી સ્વાગત કર્યું
પાલનપુર : બનાસકાંઠા જિલ્લા લોકસભા બેઠક માટે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર મેદાનમાં છે. ત્યારે કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે રેલી યોજી હતી. ત્યારબાદ આજે સોમવારે સવારના ભાજપના ઉમેદવાર ડો. રેખાબેન ચૌધરીના સમર્થન માં બાઇક રેલી યોજાઈ હતી. આ રેલીની શરૂઆત શહેરના હવાઇ પીલ્લર વિસ્તારથી કરવામાં આવી હતી.
ત્યારબાદ ગાયત્રી મંદિરથી આ રેલી એ શહેરમાં પ્રવેશ કર્યો હતો, જ્યારે મુખ્ય માર્ગો ઉપર રેલી નીકળી તે દરમિયાન અલગ અલગ જગ્યાએ મહાપુરુષોની પ્રતિમાને ભાજપના ઉમેદવારે પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
જ્યારે ડો. રેખાબેન ચૌધરી નું શહેરમાં વિવિધ સંસ્થાઓ અને નાગરિકોએ પુષ્પોની પાંદડીઓથી સ્વાગત કર્યું હતું. ત્યારે શહેરમાં કેસરિયો માહોલ સર્જાયો હતો. આ રેલીમાં મોટી સંખ્યામાં બાઈક સાથે યુવાનો જોડાયા હતા,
રેલી દરમિયાન યુવાનો “અબકી બાર 400 પાર ” ના નારા સાથે નીકળતા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ બાઈક રેલીમાં ડીસા ધારાસભ્ય પ્રવીણભાઇ માળી, શહેર પ્રમુખ રમેશભાઈ દેલવાડીયા, મહામંત્રી અશોકભાઈ પટેલ, કનુભાઈ જોશી, તાલુકા પ્રમુખ બાદરસિંહ વાઘેલા, પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડીયા, ગુજરાત વેર હાઉસિંગ કોર્પોરેશનના પૂર્વ ચેરમેન મગનભાઈ માળી, પૂર્વ ધારાસભ્ય ગોવાભાઇ દેસાઈ, શશીકાંતભાઈ પંડ્યા, જિલ્લાના પૂર્વ મહામંત્રી અમૃતભાઈ દવે, જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ દિનેશભાઈ દવે, વિજયભાઈ ચક્રવર્તી, આગેવાન કે. ટી. માળી, વિસ્તારક જયકિશનભાઈ જાની, જિલ્લા યુવા મોરચાના પ્રમુખ સાગરભાઇ ચૌધરી,હિતેશભાઈ મોઢ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યા જોડાયા હતા. બનાસકાંઠા જિલ્લાની આ બેઠક માટે ભાજપ – કોંગ્રેસના બંને ઉમેદવારો ‘એડી ચોટીનું જોર ‘ લગાવી રહ્યા છે. અને બંને ઉમેદવારો મહિલા છે. ત્યારે આ વખતની ચૂંટણીમાં તીવ્ર સ્પર્ધા જોવા મળે તેવી શક્યતા છે.
આં પણ વાંચો : પાટણમાં જય અંબાજી કહીને રાહુલ ગાંધી બોલ્યા, મહિલાઓ માટે અમે મહાલક્ષ્મી યોજના લાવીશું