બનાસકાંઠા : ડીસામાં ભાજપ બક્ષી મોરચાના પ્રચાર રથનું ઠેર ઠેર સ્વાગત
- સરકારની સિદ્ધિઓ, ઉપલબ્ધિઓ લોકો સમક્ષ લઈ જવાશે.
પાલનપુર : કેન્દ્રમાં ભાજપ સરકારને નવ વર્ષ પૂર્ણ થતા નવ વર્ષસરકારની સિદ્ધિઓ તેમજ વડાપ્રધાન ની ઉપલબ્ધિઓ લોકો સમક્ષ લઈ જવા ગુજરાત પ્રદેશ ભાજપ બક્ષી પંચ દ્વારા પ્રચાર રથનું આયોજન કરવામાં આવ્યુંના સુશાસનની પ્રસિધ્ધિઓ લોકો સમક્ષ લઈ જવા ભારતીય જનતા પાર્ટી બક્ષી પંચ દ્વારા શરૂ કરવામાં આવેલો પ્રચાર રથ ડીસામાં આવી પહોંચતા ડીસા શહેર અને તાલુકામાં ઠેર ઠેર તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
આગામી લોકસભાની ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારના યશસ્વી નવ વર્ષ પૂર્ણ થતા સરકારની સિદ્ધિઓ તેમજ વડાપ્રધાન ની ઉપલબ્ધિઓ લોકો સમક્ષ લઈ જવા ગુજરાત પ્રદેશ ભાજપ બક્ષી પંચ દ્વારા પ્રચાર રથનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રચાર રથ બક્ષીપંચ મોરચાના પ્રદેશ મહામંત્રી પી. એન. માળી ની અધ્યક્ષતામાં ડીસા ખાતે પ્રવેશ થયો હતો.
આ પ્રચાર રથની સાથે રાજ્યસભાના સાંસદ દિનેશભાઈ અનાવડીયા, ડીસાના પૂર્વ ધારાસભ્ય શશીકાંત પંડ્યા, ગોવાભાઇ દેસાઈ, જિલ્લા મહામંત્રી કનુભાઈ વ્યાસ,સંજયભાઈ બ્રહ્મભટ્ટ,જિલ્લા બક્ષી મોરચાના મહામંત્રી વીરસંગભાઈ ચૌધરી, મંત્રી દશરથભાઈ દેસાઈ, ડીસા શહેર પ્રમુખ પ્રતીક પઢિયાર સહિત હોદ્દેદારો કાર્યકરો આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બક્ષી મોરચાના પ્રચાર રથ નું ડીસાના નાના રસાણા ભોયાણ ખાતે સ્વાગત કરાયું હતું. ત્યારબાદ ડીસા શહેરમાં પ્રવેશતા ડીસાના દિપક હોટલ, સાઈબાબા મંદિર, જલારામ મંદિર, ગાયત્રી મંદિર તેમજ લેખરાજ સર્કલ પર વિવિધ સામાજિક,સ્વૈચ્છીક સંસ્થાઓ દ્વારા રથનું સ્વાગત સામૈયું કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રથ ડીસાના માલગઢ વડાવળ, સોત્તમલા, ઢેઢાલ, સહિતના ગામોમાં ફરી સરકારના સુશાસનની સિદ્ધિઓ વર્ણવી હતી.
આ પણ વાંચો : હર્ષ સંઘવી દ્વારા વિજેતા વિદ્યાર્થીનીને સુરત જિલ્લા ડ્રગ્સ વિરોધી એમ્બેસેડર બનાવવામાં આવી