ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : ડીસાના આસેડા ગામ પાસે બાઈક સ્લીપ ખાતા ચાલક ગંભીર

Text To Speech
  • ઈજાગ્રસ્ત બાઈક ચાલકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો

પાલનપુર : ડીસા-પાટણ હાઈવે પર મોડી રાત્રે બાઈક સ્લીપ ખાતા અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. અકસ્માતમાં બાઈક ચાલકને ગંભીર ઇજા પહોંચતા 108 એમ્બ્યુલન્સ વાન મારફતે સારવાર અર્થે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો.ડીસા-પાટણ હાઈવે પર આસેડા ગામ પાસે અકસ્માત સર્જાયો હતો. ડીસામાં રહેતો અજીત ફુલાજી ઠાકોર નામનો યુવક બાઇક લઈને ડીસાથી પાટણ તરફ જઈ રહ્યો હતો અને આસેડા ગામ પાસેથી પસાર થઈ રહ્યો હતો. તે સમયે અચાનક સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવતા બાઈક સ્લીપ ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતમાં બાઈક ચાલક રોડ પર પટકાતા ગંભીર ઇજા પહોંચી હતી. ઘટનાને પગલે આજુબાજુ માંથી પસાર થતાં વાહન ચાલકો અને લોકોએ તરત જ રાહત કામગીરી શરૂ કરી હતી. અકસ્માતની જાણ થતા જ 108 એમ્બ્યુલન્સ વાનની ટીમ પણ તરત જ અકસ્માત સ્થળે પહોંચી હતી અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાઈક ચાલકને સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતો. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ ઈજાગ્રસ્તની હાલત વધુ નાજુક જણાતા વધુ સારવાર માટે અન્ય હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

આ પણ વાંચો : ડીસામાં વેપારી પર પિતા-પુત્રોએ તલવાર અને પાઈપ વડે હુમલો કર્યો; ઈજાગ્રસ્ત વેપારીને સારવાર માટે ખસેડાયો

Back to top button