બનાસકાંઠા:ડીસાના લોરવાડા પાસે બાઈક સ્લીપ થતાં બાઈકચાલક ઇજાગ્રસ્ત * બાઈકચાલકને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડાયો
પાલનપુર: ડીસા- રાધનપુર નેશનલ હાઇવે પર આજે વધુ એક અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. જેમાં બાઈક સ્લીપ ખાતા ચાલકને ગંભીર ઈજા પહોંચતા 108 એમ્બ્યુલન્સ વાન મારફતે સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો.
ડીસા – રાધનપુર નેશનલ હાઈવે પર બાઈક અકસ્માતમાં બાઈક ચાલકને ગંભીર ઈજા પહોંચી હતી. જગમલભાઈ ચેહરાભાઈ પટેલ નામનો વ્યક્તિ બાઇક લઈને ભીલડીથી પાલનપુર તરફ જઈ રહ્યો હતો. તે દરમિયાન લોરવાડા પાસેથી પસાર થતી વખતે અચાનક સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા બાઈક સ્લીપ ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો. બાઈક સ્લીપ ખાતા ચાલક રોડ પર પટકાતા ગંભીર ઈજા પહોંચી હતી. ઘટનાને પગલે આજુબાજુના લોકો એકઠા થઈ ગયા હતા. અકસ્માત અંગે જાણ થતા જ 108 એમ્બ્યુલન્સ વાનની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્ત બાઇક ચાલકને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો.
આ પણ વાંચો : રાજ્ય સરકાર ભલે બણગાં ફૂંકે પણ ઓર્ગેનિક ખેતીમાં ગુજરાત કંગાળ, દેશના બીજા રાજ્યો ટોપ ટેનમાં