બનાસકાંઠા : ડીસાના ગંગાજી વ્હોળા પાસે ડિવાઇડર સાથે અથડાતા બાઈક ચાલક ગંભીર
- વ્હોળામાં રસ્તા વચ્ચે ડિવાઇડર પર કોઈ સાઈન બોર્ડ નથી
બનાસકાંઠા 25 મે 2024 : ડીસાના જુનાડીસા ગંગાજી વ્હોળા પાસે ભયજનક ડિવાઇડર પર વધુ એક અકસ્માત સર્જાયો છે. રાતના સમયે ડીવાઇડર ન દેખાતા બાઈક ચાલક યુવક ડિવાઈડરને અથડાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. ડીસા પાટણ હાઈવે પર જુનાડીસા પાસે ગંગાજી વ્હોળામાં સ્ટેટ હાઇવે દ્વારા વ્હોળાનો ડીપ પહોળો કરી રસ્તા વચ્ચે ડિવાઇડર મૂક્યા બાદ ડિવાઇડર ના બંને છેડે લગાવેલા સાઈન બોર્ડ તૂટી જતા વારંવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે . હાલમાં ડિવાઇડર પર કોઈ જ રેડિયમ પટ્ટો કે સાઇન બોર્ડ લગાવેલું ન હોવાથી રાતના સમયે ડિવાઈડર બિલકુલ દેખાતું નથી .જોકે સ્ટેટ હાઇવે અધિકારીઓને પેટનું પાણી ચાલતું નથી. અગાઉ પણ આ ડિવાઈડર પર અથડાઈને અનેક લોકોએ જાન ગુમાવ્યા છે. ત્યારે ગઈ રાત્રે ડીસા થી પાટણ તરફ જઈ રહેલા અજીતભાઈ ત્રિભોવનભાઈ કાણોતરાને ડિવાઈડર ન દેખાતા ડિવાઇડર પર ચઢી જતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. ઇજાગ્રસ્તને ડીસા સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે લવાયો હતો.
આ પણ વાંચો : બનાસકાંઠા : ડીસામાં UGVCL દ્વારા હાથ ધરવામાં આવી પ્રી મોન્સૂન કામગીરી