બનાસકાંઠા: અંબાજી મંદિરમાં VIP દર્શન મુદ્દે મોટો નિર્ણય
બનાસકાંઠા: યાત્રાધામ અંબાજીને લઇ મોટા સમાચાર સામે આવ્યા છે. અંબાજીમાં દાન સ્વરૂપે પૈસા લઇ પાવતી આપીને કરાવવામાં આવતા દર્શન બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. અગાઉ કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલે 5 હજાર રૂપિયા લઇને વીઆઇપી દર્શન કરાવવામાં આવતા હોવાનો આક્ષેપ કર્યો હતો. હાલ મંદિરમાં કોઇ પાવતી આપીને દર્શન થતાં નથી તેમ અંબાજી મંદિરના વહીવટકર્તાએ જણાવ્યું હતું.
અંબાજી મંદિરમાં રૂપિયાથી VIP દર્શનનો વિવાદ,જાણો સમગ્ર મામલો
કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલ દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો હતો VIP દર્શનનો
કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલે VIP દર્શનને લઈ આક્ષેપ કર્યા હતા. અંબાજી મંદિરમાં પણ હવે કથિત રીતે VIP દર્શનના 5000 રૂપિયા લેવાતા હોવાનો આક્ષેપ થતાં હડકંપ મચી ગયો હતો.. કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલે અંબાજીમાં VIP દર્શન થતા હોવાનો દાવો કર્યો હતો. ત્યારે તેમણે કહ્યું હતુ કે તમામ સનાતનીએ VIP દર્શનનો વિરોધ કરવો જોઈએ. જોકે આ આક્ષેપનો વિડીયો જાહેર થયા બાદ વહીવટીતંત્ર એક્શનમાં આવ્યું હતું. જેને લઈ હવે અંબાજી મંદિરમાં VIP દર્શન બંધ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: ગુજરાત પોલીસના જવાનો માટે મહત્વના સમાચાર