બનાસકાંઠા: પાલનપુરના ભુતેડી-મોટી ભટામલના ધૂળીયા માર્ગનું કામ છેલ્લા પાંચ વર્ષથી અધ્ધરતાલ
પાલનપુર: ભુતેડી થી ભટામલ મોટી સુધી છેલ્લા પાંચ વર્ષથી જીલ્લા પંચાયત વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર ની કચેરીમાં ગામજનો દ્વારા રજૂઆત કરવા છતાંય આજ દિન સુધી કોઈપણ કાર્યવાહી ન થતા ગામજનોમાં રોષ જોવા મળ્યો હતો.
ભટામલ મોટી ગામે રહેતા ખેડૂત તેમજ તેમજ સમાજસેવક હરિભાઈ પંચાલએ જણાવ્યું હતું કે, અમારા ગામમાં મોટી ભટામલ થી ભુતેડી સુધીનો કાચો રેતાળ રસ્તાને લઈને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. પાંચ વર્ષ અગાઉ જે તે સમયના કોંગ્રેસના ધારાસભ્ય તેમજ તારીખ 26જુલાઈ 2018 ના રોજ બનાસકાંઠા જિલ્લા પંચાયતમાં નાયબ કાયૅપાલક ઇજનેરની કચેરીમાં રજૂઆત કરી હતી. આ કાર્યાલય કચેરીના આળસુ સત્તાધીશો અમારી રજૂઆત ગોદડી વાળવાની કોશિશ કરી રહ્યા છે. તેવું ગામજનો એ જણાવ્યું હતું.
જોકે અમારા ભુતેડી તેમજ મોટી ભટામલ ના પંચાયત રસ્તા બાબતે ઠરાવો કરી આગળની પ્રોસેસ કરતા કાર્યપાલક ઇજનેર ની કચેરીના સત્તાધીશોએ 2022 માં અમે દરખાસ્ત કરી છે તેઓ જવાબ આપ્યો હતો. જોકે આ રસ્તા બાબતે ભુતેડી ગામ પંચાયત ભટામલ મોટી ગ્રામ પંચાયત તેમજ ખુદ સરપંચે ઠરાવો કરી ઉચ્ચ લેવલે દરખાસ્ત કરવા છતાં હજી સુધી કોઈ કામગીરી ન થતા અહીં ભણતા બાળકો તેમજ આસપાસના ગામના ટુ-વ્હીલર વાળા મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જોકે ગામજનોએ કલેકટર કચેરી થી લઈને ગાંધીનગર સુધી ભટામલ ભુતેડી સુધીનો રસ્તો બનાવવા માટે રજૂઆત કરી છે. બીજી તરફ જિલ્લાની કચેરીના અધિકારીઓ ફક્ત આશ્વાસનના ઘોડા દોડાવી રહ્યા છે.
આ પણ વાંચો :Appleના મુંબઈમાં સ્ટોર બાદ હવે ટિમ દિલ્હીમાં ઉદ્ઘાટન માટે તૈયાર