ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : ભાભરના વાતવરણ અચાનક પલટો, ધુમ્મસ ભર્યું વાતાવરણ સર્જાયું

Text To Speech

પાલનપુર: બનાસકાંઠા જિલ્લાના ભાભરમાં સવારે અચાનક વાતાવરણ માં પલટો આવ્યો હતો. અને વાદળછાયુ વાતાવરણ સર્જાયું હતું. સોમવારે મોટાભાગના શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાયેલું રહ્યું હતું. ચારે તરફ ધુમ્મસભર્યા છવાયેલા વાતાવરણને લઈને હાઇવે ઉપરથી પસાર થતા વાહનચાલકોને વિઝીબીલીટી ઘટી જતા પોતાના વાહનોની લાઇટો ચાલુ રાખવાની ફરજ પડી હતી.

અત્યારે ઠંડીમાં ઘટાડો થયો છે. પરંતુ વાદળો ઘેરાતા ખેડૂતો માવઠાની ભિતી સેવી રહ્યા છે. શિયાળું પાકો તૈયાર થવામાં છે. જો માવઠું થાય તો નુકસાન થવાની ખેડૂતો ને ચિંતા છે. જ્યારે સોમવારે લઘુતમ તાપમાન 15.00 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. અત્યારે ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે.

વાદળછાયુ વાતાવરણ-humdekhengenews

હાલમાં લોકો રાત્રે ઠંડી અને દિવસે ગરમીનો અહેસાસ કરી રહ્યા છે.આમ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. જ્યારે રાયડા નો પાક પણ તૈયાર થઈ ગયો છે. જેની કાપણી થોડા દિવસમાં શરૂ થશે. જેને લઇને અત્યારે વાતાવરણ મસીનો પણ ઉપદ્રવ વધ્યો છે.

આ પણ વાંચો :સૌરાષ્ટ્ર એક્સપ્રેસ બીજા રેલવે ટ્રેક પર ધસી પણ મોટી દુર્ઘટના ટળી, હજારો મુસાફર થયા પરેશાન

Back to top button