બનાસકાંઠા : દર્દીઓ અને દરીદ્ર નારાયણની સેવામાં અગ્રેસર ભાભરનું એસ.એસ. આરોગ્યધામ
પાલનપુર: સેવા માટે બનાસકાંઠા જિલ્લામાં અનેક સંસ્થાઓ કાર્યરત છે. જેમાં ભાભર ખાતે આવેલ એસ.એસ. આરોગ્ય ધામ સંસ્થા પણ સેવામાં અગ્રેસર ગણાય છે. અહીં આવેલા આરોગ્યધામના નવા મકાનને એક વર્ષ પૂર્ણ થતા વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તેમજ અન્નપૂર્ણાધામના કર્મયોગી દાતાઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. આ અન્નપૂર્ણા ધામમાં દર્દીઓની રૂપિયા 30માં ભોજન વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
નવા બિલ્ડીંગ એક વર્ષ પૂર્ણ થતા મેગા કેમ્પ યોજાયો
જ્યારે અશક્ત અને ગરીબ પરિવારોને ટિફિન પણ તેમના ઘરે સંસ્થા તરફથી મોકલવામાં આવે છે. જેમાં સ્વર્ગસ્થ માધુબાપા નો સહયોગ રહ્યો હતો. જેમની બીજી વાર્ષિક પુણ્યતિથિ પણ હતી. જ્યારે દાતાઓના સહયોગથી ખીચડી રથ પણ ચાલુ કરવામાં આવ્યો છે. જે આજે વટવૃક્ષ બનીને કાર્યરત છે. જ્યારે સ્વર્ગસ્થ માધુ બાપાના પરિવારજન વસંતભાઈ અનારકટે જણાવ્યું હતું કે, સ્વર્ગસ્થ માધુબાપાની બીજી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે કમર તેમજ પગના દુ:ખાવાથી પીડાતા દર્દીઓ માટે એક મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં દૂર દૂરથી મોટી સંખ્યામાં દર્દીઓ આ કેમ્પમાં લાભ લેવા પધાર્યા હતા. જ્યારે સાધુ- સંતોના આશીર્વચન માટે પધાર્યા હતા. અને દાતાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. પાંચ વર્ષ અગાઉ અન્નપૂર્ણા ભોજનાલયની સ્થાપના કરવામાં આવી હતી. આ પ્રસંગે જાનકીદાસ બાપુ, જયરામદાસ બાપુ સહિત અનેક સાધુ સંતોએ હાજર રહી કાર્યક્રમને દિપાવી અને સંસ્થાને આશીર્વચન પાઠવ્યા હતા.
આ પણ વાંચો :નરોડા ગામ રમખાણ કેસ : સ્પેશ્યલ કોર્ટના ચુકાદાને SIT હાઈકોર્ટમાં પડકારશે