ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : ડીસા સાંઈબાબા મંદિર ખાતે આદિવાસી ભીલ એક્તા સંગઠન બનાસકાંઠાની બેઠક યોજાઈ

Text To Speech
  • આદિવાસી સમાજના વિદ્યાર્થી ઓ ને શિક્ષણના પ્રમાણપત્ર મેળવવા 1950 ના દાખલાને લઈને પડતી મુશ્કેલી
  • રાજ્ય સરકારમાં કરાશે ઉગ્ર રજુઆત કરાશે

બનાસકાંઠા 10 જૂન 2024 : ડીસા સાંઈબાબા મંદિર ખાતે આદિવાસી ભીલ સમાજ એકતા સંગઠન બનાસકાંઠાની રવિવારે બેઠક યોજાઈ હતી. જેમાં બિરસા મુંડાની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી. અને માજીરાણા ભીલ સમાજમા જાતિ અંગેના શિક્ષણના દાખલા (પ્રમાણપત્ર) લેવામા પડતી મુશ્કેલીઓ માટે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આદિવાસી સમાજના દિકરા – દિકરીઓને શિક્ષણ માટે પડતી મુશ્કેલીને દૂર કરવા માટે સંગઠન દ્વારા તૈયારીઓ દર્શાવી હતી આદિવાસી સમાજના દિકરા – દિકરીઓ માટે સરકારી કચેરીઓમાં ૧૯૫૦ના પુરાવા માંગવામાં આવે છે, અને ભીલ સમાજને જાતિ અંગેના દાખલા અને પ્રમાણપત્ર મળતા નથી, જેને લઇને સુધારા વધારા કરવા માટે સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી

જ્યારે આજે 09/06/2024 ને રવિવારના રોજ એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. ડીસા સાંઈબાબા મંદિરની બગીચામાં યોજાયેલ બેઠકમાં જાતિ અંગેના દાખલામાં અડચણરૂપ બનતા તમામ મુદ્દાઓ ધ્યાનમાં લઈને સરકાર સામે આંદોલનનું રણશિંગુ ફૂંક્યું હતું. જ્યારે સૌપ્રથમ આદિવાસી ભીલ એક્તા સંગથન દ્વારા એકવાર આવેદનપત્ર આપી સરકારમાં રજૂઆત કરવામાં આવશે, અને આ આવેદનપત્ર તા :- 10/06/2024 ને સોમવારના રોજ જિલ્લા કલેકટર અને નાયબ કલેક્ટરને આપવાનુ આયોજન કરવામાં આવ્યું હતું. સાથે તમામ મુદ્દાઓની ચર્ચા કરાયાં બાદ ગાંધીનગર સુધી રજુઆત કરવામાં આવશે સરકાર દ્વારા આદિવાસી સમાજના દિકરા – દિકરીઓને શિક્ષણને પડતી પડતી મુશ્કેલીઓને દૂર કરવામાં આવી નહી આવે તો ઉગ્ર આંદોલન કરવાની પણ તૈયારી દર્શાવી હતી. બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકાઓના ગામડામાંથી આજે ભીલ સમાજના આગેવાનો, વડીલ, નવયુવાન મિત્રો તેમજ બહેનોએ સમાજ ઉપયોગી મિટિંગમાં હાજરી આપી હતી. આદિવાસી ભીલ સમાજ એકતા સંગઠન બનાસકાંઠા પ્રમુખ રમેશભાઈ અમરાજી રાણાએ ઉપસ્થિત સમાજના આગેવાનો અને હોદ્દેદારો સહિત યુવાનોનો આભાર વ્યક્ત કર્યો હતો..

આ પણ વાંચો : Video: શપથવિધિ દરમિયાન જોવા મળેલું એ રહસ્યમય પ્રાણી કયું? દેશભરમાં ચર્ચા

Back to top button