ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : બનાસ ડેરીએ દૂધમાં પ્રતિ કિલો ફેટે રૂ.30નો કર્યો વધારો

Text To Speech
  • બનાસકાંઠાના લાખો પશુપાલકોને થશે ફાયદો
  • શંકરભાઈ ચૌધરીએ સુઈગામમાં કરી જાહેરાત

પાલનપુર : બનાસકાંઠા જિલ્લાની જીવા દોરી સમાન બનાસ ડેરી દ્વારા નવરાત્રી પર્વના પાવન દિવસોમાં ડેરીના ચેરમેને પશુપાલકોને ભેટ આપી હતી. તેમને દૂધમાં પ્રતિ કિલો ફેટે રૂપિયા 30 નો વધારો આપવાની જાહેરાત કરી હતી. એશિયામાં સૌથી વધુ દૂધ ઉત્પાદન કરતી બનાસકાંઠા જિલ્લાની બનાસ ડેરી સાથે સાડા ત્રણ લાખથી વધુ પશુપાલકો જોડાયેલા છે.

ત્યારે બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ સુઈગામના નડાબેટ ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં પશુપાલકોને ખુશ ખબર આપી હતી. શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, નવરાત્રી પર્વના પાવન દિવસોમાં બનાસ ડેરી દ્વારા પશુપાલકો માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં પશુપાલકોને દૂધમાં પ્રતિ કિલો ફેટે રૂપિયા 30 નો ભાવ વધારો આપવામાં આવશે. જેનો અમલ આગામી પહેલી ઓક્ટોબરથી કરવામાં આવશે. પરિણામે પશુપાલકોને મોટો આર્થિક ફાયદો થશે. આ જાહેરાતને પશુપાલકોએ વધાવી લીધી અને ખુશીની લહેર પ્રસરી હતી.

પાલનપુર-HUMDEKHENGENEWS

પશુપાલકોને થશે ફાયદો

બનાસકાંઠા જિલ્લામાં કૃષિ અને પશુપાલન બે મુખ્ય વ્યવસાય છે..અને જિલ્લાના વિકાસમાં મહત્વના ચાલક પરિબળ છે. બનાસ ડેરીમાં પ્રતિદિન 85 લાખ લિટરથી વધુ પશુપાલકો 1200થી વધુ દૂધ મંડળીઓ મારફતે દૂધ ભરાવી રહ્યા છે.ત્યારે પશુપાલકોને આ ભાવ વધારાથી મોટો આર્થિક ફાયદો થશે.

પાલનપુર-HUMDEKHENGENEWS

Back to top button