ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : યુથ હોસ્ટેલ ઓફ ઇન્ડિયા પાલનપુર યુનિટ દ્વારા “બાલારામ સફાઈ અભિયાન” હાથ ધરાયું

Text To Speech

પાલનપુર : યુથ હોસ્ટેલ ઓફ ઇન્ડિયા પાલનપુર યુનિટ દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ખાસ “બાલારામ સફાઈ અભિયાન” હાથ ધરવામાં આવ્યું હતું.

જેમાં ગુજરાત સ્ટેટ પ્રમુખ હર્ષદભાઈ જોશી, યુનિટના ચેરમેન કલ્પેશ રાવલ, પ્રમુખ નરેશભાઈ ખોલવાડિયા, મંત્રી સુરેશભાઈ ખડાલીયા, ખજાનચી આનંદભાઈ ઞંગવાલ, રમેશભાઈ પટેલ, જીતુભાઈ ગોસ્વામી, મુકેશ પ્રજાપતિ આ અભિયાનમાં જોડાયા હતા. અને બાલારામ નદીના પટમાં ચાર કલાકની મહેનત કરી સફાઈ હાથ ધરવામાં આવી હતી.

જેમાં એક ટ્રેક્ટર ભરીને પ્લાસ્ટિક તેમજ કચરો બહાર કાઢવામાં આવ્યો હતો. આમ બાલારામને સુંદર બનાવવાનો એક પ્રયત્ન કરવામાં આવેલ છે. યુથ હોસ્ટલ , પાલનપુર યુનિટ દ્વારા શ્રદ્ધાળુ અને નાગરિકોને વિનંતિ કરવામાં આવી છે હતી કે, પ્લાસ્ટિકની કોઈપણ વસ્તુ અને કચરો નદીના પટમાં કે જાહેર જગ્યામાં ન નાખી સફાઈ રાખવામાં મદદ કરે. આ સફાઈ અભિયાનમાં પાલનપુર નગરપાલિકાનો પણ સહકાર મળ્યો હતો.

આ પણ વાંચો : બનાસકાંઠા : થરાદ અને ધાનેરાના 200થી વધુ તળાવ ભરવા માટે રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય

Back to top button