ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : ડીસામાં સહકારી મંડળીના ઓડિટર 50 હજારની લાંચ લેતા એસીબીના સકંજામાં

Text To Speech
  • ડીસા તાલુકાની દૂધ મંડળીમાં ઓડિટ દરમિયાન ખામી ન કાઢવા લાંચ માગી હતી
  • પાટણ એસીબી પોલીસે લાંચનું છટકું ગોઠવી ઝડપી લીધા

પાલનપુર : ડીસામાં સહકારી મંડળીનો ઓડિટર 50 હજાર રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો છે. દૂધ મંડળીના ઓડિટ દરમિયાન ખામી ન કાઢવા રૂપિયા 50,000 ની લાંચ માંગી હતી, જેને પાટણ એસીબી ની ટીમે છટકું ગોઠવી ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ડીસામાંથી વધુ એક સરકારી કર્મચારી લાંચ લેતા ઝડપાયો છે. અત્યારે ગામડાઓમાં દૂધ ડેરીનું વાર્ષિક ઓડિટ મિલ્ક ઓડિટ સહકારી વિભાગ પાલનપુર દ્વારા ચાલી રહ્યું છે. ત્યારે ડીસા તાલુકાની એક દૂધ મંડળીમાં ઓડિટ દરમિયાન કોઈ જ ખામી ન કાઢવી તેમજ હેરાનગતિ ન કરવા માટે મંડળીના સંચાલક પાસેથી અવેજ પેટે પાલનપુર સહકારી મંડળીના ઓડિટર પ્રવીણભાઈ ચુનીલાલ જોશીએ 50 હજાર રૂપિયાની લાંચ માંગી હતી. જેથી દૂધ મંડળીના સંચાલક લાંચ આપવા માંગતા ન હોવાથી તેઓએ પાટણ એસીબી ઓફિસનો સંપર્ક કર્યો હતો.સંચાલકની ફરિયાદ મળતા જ પાટણ એસીબી પીઆઇ એમ. જે. ચૌધરી ની ટીમે ડીસાના પિતૃકૃપા કોમ્પ્લેક્સ માં છટકુ ગોઠવ્યુ હતું અને તે સમયે અરજદાર પાસેથી ઓડિટર પ્રવીણભાઈ જોશી 50 હજાર રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયો હતો. એસીબીની ટીમે લાંચિયા અધિકારીને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો : બનાસકાંઠા : પાલનપુરમાં ટીઆરબી જવાનોને દાતાના સહયોગથી હેલ્મેટ આપવામાં આવ્યા

Back to top button