ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : ડાવસના તલાટીને ગાડીની ટક્કરે જાનથી મારી નાખવાનો પ્રયાસ

Text To Speech

પાલનપુર : ડીસા તાલુકાના ડાવસ ગામના તલાટી કમ મંત્રીને ગાડી થી ટક્કર મારી જાનથી મારી નાખવાનો પ્રયાસ થયો હોવાની ઘટના સામે આવી છે. જમીન બાબતે અદાવત રાખી તલાટી પર હુમલો કરનાર શખ્સ સામે ફરિયાદ નોંધાવતા ડીસા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.

ડીસા તાલુકા પોલીસ મથકમાં નોંધાઈ ફરિયાદ

ડીસા તાલુકાના મોરથલ ગોળીયા ગામે રહેતા જીતેન્દ્રભાઈ સાંખલા ડાવસ ગામે તલાટી કમ મંત્રી તરીકે નોકરી કરે છે. તેમના પરિવારને જમીન ખેડવા બાબતે અગાઉ ભડથ ગામના ઠાકોર પરિવાર સાથે બોલાચાલી થઈ હતી. જે બાબતે અદાવત રાખી તેમના પરિવારને કેટલાક ઠાકોર સમાજના લોકો હેરાન કરતા હતા. દરમિયાન તલાટી જીતેન્દ્રભાઈ મોરથલ ગોળીયા થી ડાવસ ગામ તરફ જઈ રહ્યા હતા.

તે સમયે સોમભા ઠાકોરે માર્શલ ગાડી થી ટક્કર મારવાનો પ્રયાસ કર્યો હતો. તે સમયે તલાટી બાઈક લઈને પડી જતા ગાડીમાંથી ઉતરીને સોમભાએ તલાટી પર હુમલો કર્યો હતો. અને આ રસ્તા પરથી ચાલીસ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે મામલે તલાટી કમ મંત્રીએ ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે હુમલો કરનાર સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : બનાસકાંઠા : ડીસા -ભોયણના નિ:સહાય વૃદ્ધાનો સરપંચે જીવ બચાવ્યો

Back to top button