બનાસકાંઠા: હરિદ્વાર કથા પ્રારંભે ભાગવત ભગવાનનું ડીસા જલારામ મંદિરમાં વાજતેગાજતે કરાયું પૂજન
પાલનપુર: અધિક પુરુષોત્તમ શ્રાવણ માસની પૂનમ તારીખ 1 ઓગસ્ટ ’23 ના મંગળવારથી હરિદ્વાર સ્વામિનારાયણ મંદિર આશ્રમ ખાતે ટેટોડા રાજારામ ગૌધામ ખાતે બિમાર ગાયો માટે હોસ્પિટલ નિર્માણ હેતુ ભાગવત કથા તેમજ રામકથાનો શુભારંભ થનાર છે.
જય જલારામ ટ્રસ્ટ,સુખદેવ સેવા સંસ્થાન ટ્રસ્ટ તેમજ જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસાના સંયુક્ત ઉપક્રમે યોજાનાર આ કથા મહોત્સવ નિમિતે શનિવારે પૂજ્ય ભાગવત ભગવાનનું જલારામ મંદિર ડીસા ખાતે ભવ્યાતિભવ્ય-દિવ્યાતિદિવ્ય સન્માન,પૂજન તેમજ વધામણી કરવામાં આવી હતી. ટેટોડાના પૂજ્ય રામરતનજી મહારાજ તેમજ કથાકાર પૂજ્ય યશવંત શાસ્ત્રીજી મહારાજની ઉપસ્થિતિમાં રામ ચરિત માનસ મંડળ,જલારામ ટ્રસ્ટ,શુભેચ્છક ગ્રુપ,વિશ્ર્વ હિંદુ પરિષદ,દુર્ગાવાહિની,જલારામ સત્સંગ મંડળના સૌ કાર્યકરોએ ભાગવત ભગવાનનું પૂજન કરી યશવંત શાસ્ત્રીજી મહારાજ,ભગવાનભાઈ બંધુ,મહેશભાઈ ઉડેચા,શારદાબેન આચાર્ય,દીલીપભાઈ રતાણી,ભગીરથભાઈ સુથાર સહિત સૌ કર્મઠ કાર્યકરોને સન્માનિત કર્યા હતા.
આ દિવ્ય અવસરે અગ્રણીઓ કનુભાઈ આચાર્ય,નાથાલાલ ખત્રી,સુરેશભાઈ વકીલ,આનંદભાઈ પી.ઠકકર,દિનેશભાઈ ચોકસી,આત્મારામભાઈ ઓઢાવાળા,બળદેવભાઈ રાયકા,ચંદુભાઈ એટીડી,મણીભાઈ પટેલ, મહેશભાઈ મનવર, દિનેશભાઈ કવિરાજ, મધુભાઈ ઠકકર,નટુભાઈ લીંબાચીયા,જગદીશભાઈ ધાનેરાવાળા,કમલેશભાઈ રાચ્છ,વૈકુંઠભાઈ કારિયા,કનુભાઈ તૃપ્તિવાળા, વિજયભાઈ રાચ્છ,પ્રકાશભાઈ ન્યાલચંદભાઈ ઠકકર,મહેશભાઈ પોપટ,જગદીશભાઈ સાધુ,ચંપકભાઈ દવે,રોહિતભાઈ પટેલ સહિત ખૂબ મોટી સંખ્યામાં ભાઈબહેનોએ હાજરી આપી સમગ્ર કાર્યક્રમની સફળતા માટે વિશેષ સહયોગ આપ્યો હતો.
આ પણ વાંચો : ગોવામાં બળાત્કારના આરોપીને પીડિતાએ માર્યો માર, આંખમાં મરચાનો પાઉડર નાંખ્યો