બનાસકાંઠા: અંબાજી ખાતે વન બંધુઓ તેમના સાંસ્કૃતિક વારસા પ્રમાણે વાજિંત્રો લઈ આવ્યા માઁ અંબાને દર્શને


પાલનપુર: યાત્રાધામ અંબાજી ખાતે વનવાસી ક્ષેત્રમાં રહેતા વન બંધુઓ તેમના સાંસ્કૃતિક વારસા પ્રમાણે વાજિંત્રો લઈ દર વર્ષે માઁ અંબાને દર્શને આવે છે. ધર્મનગરી શક્તિપીઠ યાત્રાધામ અંબાજી દેશ-વિદેશમાં જગવિખ્યાત છે. લાખો કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર એવાં યાત્રાધામ અંબાજી ખાતે હાલના સમયમાં જોઈએ તો અંબાજી દર્શને આવતા યાત્રિકોની સંખ્યા મોટા પ્રમાણમાં વધી રહી છે. અને ઢોલ, નગારા, ડીજે સાથે માઁ અંબાને દર્શને યાત્રિકો આવતા હોય છે. ત્યારે વનવાસી ક્ષેત્રમાં રહેતા વન બંધુઓ દ્વારા તેમની સંસ્કૃતિ હાલ સુધી જાળવી રાખી છે.
મે મહિનાની વૈશાખી પૂનમથી મોટી સંખ્યામાં વનવાસી ક્ષેત્રમાં રહેતા વનવાસી બંધુઓ મોટા પ્રમાણમાં યાત્રાધામ અંબાજી મંદિરે દર્શન આવતા હોય છે. તેમની સંસ્કૃતિ પ્રમાણે તેમના રીતી રિવાજ પ્રમાણે તેમના વાજિંત્રો સાથે માઁ અંબાની પ્રસાદી ઘરેથી બનાવી સાથે લઈ યાત્રાધામ અંબાજીમાં અંબાના શરણે આવતા હોય છે. આ પરંપરા વર્ષોથી રજવાડાના સમયથી ચાલતી આવી રહી છે. સમય જતા પ્રથામાં થોડો ફેરફાર પણ કરવામાં આવ્યો છે, પણ વનબંધુઓ દ્વારા તેમની સંસ્કૃતિ હાલ પણ જાળવી રાખી છે.
મે મહિનાની વૈશાખી પૂનમ યાત્રાધામ અંબાજી ખાતે વનવાસી ક્ષેત્રમાં રહેતા વનબંધુઓનો મેળો અંબાજી ખાતે ભરાય છે. યાત્રાધામ અંબાજીમાં યાત્રિકોની સંખ્યામાં વધારો થતા સરકારી તંત્ર દ્વારા મેળામાં અમુક ફેરફારો પણ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો :બનાસકાંઠા: જલોતરા પાસેના શ્રી ગુરુ ધૂંધળીનાથ દેવસ્થાનનો વિકાસ કરવા માંગ