બનાસકાંઠા: બિપરજોય વાવાઝોડા વચ્ચે પ્રજાની પડખે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી
પાલનપુર: ગુજરાતના દરિયાકિનારે ટકરાયેલા બિપરજોય વાવાઝોડાને પગલે આગામી સમયમાં બનાસકાંઠાના સરહદી વિસ્તાર વાવ, થરાદ, સુઈગામ અને ભાભર પંથકમાં અને અનરાધાર વરસાદની શક્યતા છે. જેને પગલે વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી સરહદી વિસ્તારના પ્રજાની વચ્ચે સતત સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. વાવાઝોડાના કારણે ઓછામાં ઓછું નુકસાન થાય અને લોકોને કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે વહીવટી તંત્ર અને સ્થાનિક સંસ્થાઓના આગેવાનો સાથે મળી સતત કામ કરી રહ્યા છે.
સરહદી વિસ્તારના શેલ્ટર હોમમાં સ્વૈચ્છિક સંસ્થાઓના કામને બિરદાવ્યા
વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ આજે થરાદના શેલ્ટર હોમની મુલાકાત કરી હતી. જેમાં સ્થળાંતર કરાયેલા સ્થાનિક લોકો સાથે સીધો સંવાદ કર્યો હતો. જ્યારે શેલ્ટર હોમમાં સ્થળાંતર કરાયેલા લોકો માટે ઉભી કરવામાં આવેલી સુવિધાઓ વિશે અધિકારીઓ પાસેથી માહિતી મેળવી હતી. જે બાદ સરહદી વિસ્તારમાં જે લોકોને શેલ્ટર હોમમાં સ્થળાંતર કરવામાં આવ્યું છે તેમના માટે ભોજનની વ્યવસ્થા કરતી સ્વૈચ્છિક સંસ્થાઓની મુલાકાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ કરી હતી. સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા કરવામાં આવતા આ સેવાયજ્ઞની કામગીરીને તેમણે બિરદાવી હતી.
બિપરજોય વાવાઝોડા વચ્ચે પ્રજાની પડખે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી#Banaskantha #CycloneUpdates #shankarchudhary #BiparjoyUpdate #BiparjoyCyclone #Gujarat #GujaratiNews #humdekhengenews pic.twitter.com/jnjoYfnRfP
— Hum Dekhenge News (@humdekhengenews) June 16, 2023
જ્યારે આગામી સમયમાં વરસાદ વધુ થાય તો તકેદારી રાખવા તેમજ લોકોને ઓછામાં ઓછું નુકસાન થાય તે માટે સ્થાનિક આગેવાનો સાથે બેઠક કરી તકેદારી રાખવા સૂચન કર્યું હતું. તેમને જણાવ્યું હતું કે વાવાઝોડાના કારણે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી સમયમાં બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં ભારે વરસાદ થઈ શકે છે.
જેથી તકેદારી રાખવી જરૂરી છે. કોઈપણ પરિસ્થિતિને પોહચી વળવા તમામ તાલુકા મથકે આરોગ્ય થી લઈ તમામ વિભાગોની ટીમ બનાવવામાં આવી છે. રેલ નદીના પટ વિસ્તારમાં આવેલા ગામના લોકોએ પણ સાવચેતી રાખવી જોઈએ. કોઈપણ પ્રકારની મુશ્કેલી માટે વહીવટી તંત્રની ટીમ બનાવી સ્ટેન્ડ ટુ છે. ત્યારે કોઈપણ લોકોએ ગભરાવાની જરૂર નથી. વાવાઝોડારૂપી આ આફતમાં એકબીજાના સહકાર આપી મદદરૂપ બનીએ.
આ પણ વાંચો :શોએબ ઈબ્રાહિમે દીપિકા કક્કડની પ્રેગ્નન્સી સ્કેન અપડેટ આપી, કહ્યું- ‘બધું ઠીક છે પણ…..