ઉત્તર ગુજરાત

બનાસકાંઠા : ડીસામાં આશા કાર્યકરો આક્રમક, રસ્તા ઉપર બેસી કર્યો ચક્કાજામ

Text To Speech

પાલનપુર: રાજ્યના આરોગ્ય વિભાગમાં હેલ્થ કાર્યકર તરીકે ફરજ બજાવતા આશા કાર્યકર પોતાની પડતર માંગણીને લઈને છેલ્લા કેટલાક દિવસથી હડતાલ પર છે. ત્યારે આજે  ડીસામાં આશા કાર્યકરોએ રેલી યોજી ચક્કાજામ કરતાં એક કલાક સુધી ટ્રાફિકજામ ના દ્રશ્યો સર્જાયા હતા.

પડતર માંગણીઓને આશા કાર્યકર બહેનોનું આંદોલન

રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય સ્તર સુધી આરોગ્યની સેવાઓ લોકો સુધી પહોંચે તે માટે આરોગ્ય વિભાગમાં  (આશા) કાર્યકરોની નિમણૂક કરી છે. જોકે છેલ્લા કેટલાક સમયથી આશા કાર્યકરોને પૂરતું વેતન ન મળતા તેમજ તેઓની વિવિધ માંગને લઈ તેઓએ સરકાર સમક્ષ રજૂઆત કરી હતી. પરંતુ તેમની માંગણીનો કોઈ નિકાલ ના આવતા કેટલાક સમયથી વિવિધ સ્વરૂપે આંદોલન કરી રહ્યા છે.

ત્યારે આજે(ગુરુવારે) ડીસામાં સરદારબાગ ખાતે આશા કાર્યકર બહેનો મોટી સંખ્યામાં એકત્રિત થઈ હતી. અને કોંગ્રેસ અગ્રણી પોપટજી દેલવાડીયા સહિત આગેવાનોના નેતૃત્વમાં રેલી યોજી સરદારબાગ આગળ ટ્રાફિક રોકી ચકાજામ કર્યો હતો.

બનાસકાંઠા- humdekhengenews

આ પણ વાંચો: અમદાવાદ : હવે એલજી મેડિકલ કોલેજનું નામ ‘નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ’

ટ્રાફિક જામ થતા વાહન ચાલકો અટવાયા

આશા કાર્યકરોએ સુત્રોચ્ચાર સાથે ચક્કાજામ કરતા ડીસા ઉત્તર પીઆઇ વી. એન. ચૌધરી તેમજ દક્ષિણ પીઆઇ એસ. એ. ગોહિલ સહિત પોલીસ સ્ટાફ દોડી આવી અને આશા કાર્યકર બહેનોને ત્યાંથી પોલીસ લાઈન સુધી લઈ જઈ કાર્યવાહી હાથ ધરી હતી. જો કે આ દરમિયાન ભારે ટ્રાફિક જામ થઈ જતા પોલીસને ટ્રાફિક પૂર્વવત કરતા એક કલાકનો સમય લાગ્યો હતો.

બનાસકાંઠા- humdekhengenews

Back to top button