બનાસકાંઠા : ડીસાના વાણસા-ગોળીયામાં ભજન સંધ્યા કાર્યક્રમમાં કલાકારો પર થયો નોટોનો વરસાદ
- કાર્યક્રમમાં થયેલી પ્રથમ આવક ગૌશાળાના નામે જશે
પાલનપુર : ડીસા તાલુકાના વાસણા જૂના ગોળીયા ગામે જોગણી માતાજીના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ભજન સંધ્યા યોજાઈ હતી. આ કાર્યક્રમમાં લોકોએ નોટોની છોડો ઉડાડી હતી. મધુર સુરે લોકો ડોલાવતા લોકોએ કલાકારો પર નોટોનો વરસાદ વરસાવ્યો હતો.
ડીસા તાલુકાના વાસણા જૂના ગોળીયા ગામે જોગણી માતાજીના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. જેમાં દિવસે શોભાયાત્રા સહિત વિવિધ કાર્યક્રમો બાદ મોડી રાત્રે ભજન સંધ્યા કાર્યક્રમનું આયોજન કરાયું હતું. બનાસ નદી કિનારે આવેલા ઢેકુડી ખેતર વિસ્તારમાં શંકરદાસજી મહારાજ (જગાણા)અને ગૌભક્ત છોગારામજી બાપુ (સીસોદરા)ના પાવન સાંનિધ્યમાં સુરેશ પરમાર,”રાજસ્થાનની કોયલ” નીતા નાયક (સિરોહી) અને કનૈયાલાલે ગુરૂ મહિમા અને જગત જોગણી જગદંબાના સુંદર અતિસુંદર ભજનો મધુર સૂરમાં પ્રસ્તુત કર્યા હતા.
મધુર સુરે ભક્તિ ગીતો સાંભળી લોકો જૂમી ઉઠ્યા હતા. અને ભક્તોએ કલાકારો પર નોટોનો વરસાદ વરસાવ્યો હતો. માતાજીના ભક્તોએ દિલ ખોલીને ગૌમાતા માટે નોટોની છોળો ઉડાડી હતી. આ કાર્યક્રમમાં આજુબાજુના ગામડાઓમાંથી પણ હજારો શ્રદ્ધાળુઓ અને ગૌભક્તો ઉમટ્યા હતા. આ કાર્યક્રમમાં થયેલી તમામ આવક ગૌશાળાને અર્પણ કરવામાં આવી હતી.
આ પણ વાંચો : બનાસકાંઠા : પાલનપુરમાં નમકીન વેપારી પાસેથી રૂપિયા પોણા બે લાખ ભરેલી બેગની લૂંટ