ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: જુનિયર ક્લાર્કના પરીક્ષાર્થીઓને કેન્દ્ર પર પહોંચાડવા પોલીસની રિક્ષા વાળાઓને અપીલ

Text To Speech

પાલનપુર: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તારીખ 9 એપ્રિલ ના રોજ લેવાનાર જુનિયર ક્લાર્કની પરીક્ષા માટે પરીક્ષાર્થીઓને સમયસર પરીક્ષા કેન્દ્રો પર પહોંચાડવા ડીસા શહેર અને બનાસકાંઠા જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા રિક્ષાચાલકોને અપીલ કરી માનવતાના આ કાર્યમાં સહકાર આપવા જણાવ્યું છે.

શકય એટલું ઓછું ભાડું વસૂલ કરવા માટે અપીલ કરવામાં આવી

રાજ્ય સરકાર દ્વારા લેવાનાર જુનિયર ક્લાર્કની પરીક્ષા અગાઉ પેપર ફૂટવાના કારણે રદ થઈ હતી. તે પરીક્ષા તારીખ 9 એપ્રિલના રોજ લેવાશે. જેમાં ડીસા શહેર ટ્રાફિક પોલીસ અને બનાસકાંઠા જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ડીસા રીક્ષા એસોસિએશનના પ્રમુખ સહિત હોદ્દેદારોને બોલાવી જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા જતા ભાઈ બહેનોને પરીક્ષા કેન્દ્રો પર મુકવા જવા તેમજ બને એટલું ઓછું ભાડું વસૂલ કરવા માટે અપીલ કરવામાં આવી હતી. બહારગામ થી આવતા પરીક્ષાર્થી ઓ ક્યાંય અટવાય નહીં તે માટે રિક્ષાચાલકોને પોલીસે આ માનવતાના કાર્યમાં સહકાર આપતા કરવા જણાવતા રિક્ષા ચાલકોએ પણ પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્ર પર પહોંચાડવા તત્પરતા દાખવી આ સેવાકીય પ્રવૃત્તિમાં પૂરો સાથ સહકાર આપશે તેમ જણાવ્યું હતું.

આ પણ વાંચો :પ્રિયંકા અને રાહુલ ગાંધીને મળ્યા બાદ બોલ્યા નવજોત સિદ્ધુ, ‘એક ઈંચ પણ પાછળ નહીં હટે’

Back to top button