બનાસકાંઠા: ડીસા તાલુકાનું વધુ એક ગામ નવા બન્યું વ્યસન મુક્ત
પાલનપુર: ડીસા તાલુકાનું વધુ એક ગામ વ્યસનમુક્ત બન્યું છે. નવા ગામમાં ગુરુ મહારાજની નિશ્રામાં વ્યસમુક્તિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સમસ્ત ગ્રામજનોએ વ્યસનોને સામુહિક તિલાંજલી આપી છે.
જૈન મુનિની નિશ્રામાં ગ્રામજનોએ વ્યસન મુક્તિના શપથ લીધા
ડીસા તાલુકાના નવા ગામે આગમવિશારદ પરમ પૂજ્ય આચાર્ય દેવ શ્રી વિજય તપોરત્ન સૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પૂજ્ય ગણિવર્ય શ્રી કલ્પરક્ષિત વિજયજી મહારાજ સાહેબ અને પૂજ્ય મુનિરાજ શ્રી જ્ઞાનરક્ષિત વિજયજી મહારાજ સાહેબની નિશ્રામાં નવા ગામે વ્યસનમુક્તિ કાર્યક્રમ યોજાયો હતો. તમામ ગ્રામજનોએ ગુરુ મહારાજનું ઢોલ – નગારા સાથે ભવ્ય સ્વાગત કર્યું હતું. ત્યારબાદ શોભાયાત્રા ગામની ફરતે પ્રદક્ષિણા કરી ધરમપુર માઘ્યમિક શાળામાં પહોંચી હતી.
ધારાસભ્ય કેશાજી ચૌહાણે સમાજમાં ચાલતા કુરિવાજો વ્યસનો અને અનેક દૂષણો સામે અવાજ ઉઠાવતા કહું હતુ કે, વ્યસનોથી મુક્ત થઈને સમાજને ઉપયોગી બનીએ. જ્યારે ગુરુ મહારાજે જણાવ્યું હતું કે, આપણા સમાજમાં ચાલતા કુરિવાજો અને વ્યસનો આજે આપણા જીવનમાં ઘર કરી બેઠા છે. આપણે હવે આ કુરિવાજો અને વ્યસનોનો નાશ કરવો જ રહ્યો. હવે આપણા સમાજને અને આપણે જાગવાની જરૂર છે. વડીલો સ્વસ્થ બને, યુવાનો વ્યસનમુક્ત બને અને બાળકો સંસ્કારી બને એ માટે આનંદ મંડળની રચના કરી છે. જેમાં 111 સભ્યોની ટીમ બનાવવામાં આવી છે.
જે આનંદ મંડળમાં હજારો માતા-બહેનો, દીકરીઓ અને બાળકોની જીંદગીઓ સુધરી રહી છે.આ કાર્યક્રમમાં , કણઝરા, સાવિયાણા,ખારેડા,ઝાબડીયા વગેરે ગામના સરપંચો તથા નવા ગામના સરપંચ કુંવરજી ઠાકોર અને આગેવાનો અને સમસ્ત નવા ગ્રામજનો માતાઓ-બહેનો તેમજ શાળાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં રહ્યા હતા.
આ પણ વાંચો :India : 4 વર્ષમાં 13 હજાર વિદ્યાર્થીઓએ કરી આત્મહત્યા, હવે UGCએ આ ગાઈડલાઈન જાહેર કરી