ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: પાલનપુરના જ્વેલર્સને લૂંટવાના કાવતરામાં વધુ એક આરોપીની અટકાયત

પાલનપુર: ડીસામાંથી પાલનપુરના એક જવેલર્સ માલિકને લુંટવાનુ કારતરું રચવાના ગુન્હામાં વધુ એક તડીપાર આરોપીનું નામ ખુલ્યું છે. જેથી પોલીસે આરોપીને શોધી અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. આ ગુનામાં અગાઉ પોલીસે પાંચ આરોપીઓને ઝડપી જેલના હવાલે કર્યા હતા.

તડીપાર આરોપીનું નામ ખુલતા જ પોલીસે અટકાયત કરી

ડીસા શહેર પોલીસે 20 દિવસ અગાઉ એક રિવોલ્વર અને કાર્ટુસ સાથે એક ટોળકીને ઝડપી પાડી હતી. જે ટોળકી પાલનપુરમાં એક જ્વેલર્સ માલિકને લૂંટવાનું કાવતરું રચી રહી હતી. જો કે સતર્ક પોલીસે લૂંટ આચરે તે પહેલાજ આ ટોળકીના તમામ સભ્યોને ઝડપી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. જે કેસમાં વધુ ઝીણવટ ભરી તપાસ કરતા ડીસા તાલુકા પોલીસે અઠવાડિયા અગાઉ તડીપાર કરેલ રાયમલસિંહ ઠાકોરનું નામ ખુલ્યું હતું. જેથી પોલીસે તડીપાર આરોપીની અટકાયત કરી વધુ તપાસ શરૂ કરી છે.

પાંચ આરોપી-humdekhengenews

આ સમગ્ર કેસની વિગતો જોઈએ તો, ડીસા શહેર ઉત્તર પોલીસે 20 દિવસ અગાઉ નહેરુનગર ટેકરા વિસ્તારમાંથી ત્રણે શખ્સો દેશી બનાવટની પિસ્તોલ સાથે ઝડપી પાડયા હતા. જેમની તપાસ જારતા ત્રણેય શખ્સો પાસેથી જીવતા કાર્ટુસ અને પિસ્તોલ મળી આવતા પોલીસે ઝીણવટભરી તાપસ કરી તો ઝડપાયેલા શખ્સો અગાઉ પાલનપુર સબજેલમાં હતા ત્યારે ઇમરાન ઉર્ફે ભૂરા સિંધી સાથે મુલાકાત થયેલી અને તેણે પાલનપુરની એક જ્વેલર્સને લૂંટવાનો પ્લાન કર્યો હતો. બાદમાં જેલમાંથી બહાર આવ્યા બાદ આરોપીઓએ જવેલર્સની રેકી કરી કરી હતી, અને દુકાનનો માલિક જ્યારે દાગીના લઈને ઘરેથી દાગીના લઈ દુકાને જતો હોય ત્યારે તેને લૂંટી લેવાનો કારસો રચ્યો હતો.તેમજ તેઓ પાલનપુર થી ટ્રેન મારફતે આગ્રા અને આગ્રાથી ટ્રાવેલ્સ મારફતે ધોલેપુર થઈ મોરેના પહોંચ્યા હતા જ્યાં જીતેન્દ્ર ઉર્ફે ટીલ્લુ તોમર મુરેના ( મધ્યપ્રદેશ ) પાસેથી રિવોલ્વર અને કાર્ટુસ લાવ્યા હતા.

જે કેસમાં અગાઉ ડીસા શહેર પોલીસે હિતેશપુરી ઉર્ફે એક્શન બાબુપુરી ગોસ્વામી રહેવાસી ગોવર્ધનપાર્ક- ડીસા, રાહુલ ઉર્ફે પ્રતીક બાબુભાઇ ઠાકોર રહેવાસી ભોપાનગર- ડીસા અને વિષ્ણુજી ઈશ્વરજી ઠાકોર રહેવાસી ભોપાનગર-ડીસા ની અટકાયત કરી છે. જ્યારે જીતેન્દ્ર ઉર્ફે ટીલ્લુ તોમર મોરેના અને ઇમરાન ઉર્ફે ભૂરા સિંધી રહેવાસી પાલનપુર સહિત 5 લોકો સામે ફરિયાદ નોંધી રિમાન્ડ મેળવ્યા હતા અંતે ત્યારબાદ તમામ આરોપીઓને સબજેલમાં ધકેલયા છે.

આ પણ વાંચો : ઉત્તરાખંડના 7 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી; 33 રાજ્ય ધોરીમાર્ગો સહિત 449 રોડ બંધ

Back to top button