ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: ડીસાની આદર્શ શિશુ વાટિકા દ્વારા બાળકોની રાત્રિ રોકાણ શિબિરનું કરાયું આયોજન

Text To Speech

પાલનપુર: વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સંસ્કાર મંડળ ડીસા સંચાલિત શ્રી મંગળદાસ પટેલ આદર્શ શિશુવાટિકા તથા માતૃશ્રી સોનામાં આદર્શ શિશુવાટિકા ના શિશુ-3 પ્રભાતના બાળકોની રાત્રી રોકાણ શિબિર કાર્યક્રમ કરવામાં આવી હતી.

આયોજન-humdekhengenews

 

આ શિબિરમાં બાળકોને દંડ કેવી રીતે ચલાવાય તે શીખવવામાં આવી હતી. જ્યારે વિવિધ રમતો રમાડી, આગમાંથી નીકળવું જેવી સાહસિક પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી. રાત્રે સંગીત સભાનું આયોજન કરવામાં આવ્યું. આશુતોષભાઈ દવે તેમજ આદર્શ પ્રાથમિક શાળાના સંગીત શિક્ષકોએ બાળકોને સુંદર મજાના બાળગીતો ગવડાવી આનંદ કરાવ્યો હતો. શનિવારે સવારે બાળકોને પ્રભાત ફેરી માટે લઈ જવામાં આવ્યા હતા ત્યારપછી યોગ, છોડને પાણી પાવવુ, મંદિરની સફાઈ જેવા સેવા કાર્યો કરાવવામાં આવ્યા હતા.

આયોજન-humdekhengenews

 

આ શિબિરમાં સંજુભાઈ ગોહિલ તરફથી શૈક્ષણિક કીટ આપવામા આવી હતી.શિબિરનો તમામ ખર્ચ જીતુભાઈ પંચાલ દ્વારા કરવામાં આવ્યો હતો. જ્યારે આયોજન શિશુવાટિકાના પ્રધાનાચાર્ય હર્ષાબેન મોઢ કપિલાબેન ઠક્કરે કર્યું હતું.

આ પણ વાંચો :સ્ટોક માર્કેટ : સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે ભારતીય શેરબજાર મામૂલી વધારા સાથે બંધ

Back to top button