બનાસકાંઠા : પાલનપુરના વૃદ્ધાનું 106 વર્ષ ની વયે દેહદાન કરવામાં આવ્યું
પાલનપુર 11 જાન્યુઆરી 2024: સ્વર્ગીય માનાબેન દેવાભાઈ પરમાર ઉમર 106 વર્ષ જેઓ પાલનપુર, સત્કાર સોસાયટી, ગણેશપુરા ના રહેવાસી હતા .તેઓએ તેમની 106 વર્ષની ઉંમરે દેહદાનનું એક ઉમદા કાર્ય કર્યું છે. તેમનું દેહદાન મોરિયા બનાસ મેડિકલ કોલેજ પાલનપુર ખાતે કરવામાં આવેલ છે. તેમને અગાઉ 10 વર્ષ પહેલાં બી. જે. મેડિકલ કોલેજ, અમદાવાદ ખાતે તેમના દેહદાન માટે સંકલ્પપત્ર ભરેલું.હાલમાં તેઓ પાલનપુર સ્થાયી થયા હોવાથી તેમનું દેહદાન પાલનપુર મોરિયા મેડિકલ કોલેજમાં કરવામાં આવ્યું હતું. આ દેહદાન થકી મેડિકલ સાયન્સના કોલેજના વિદ્યાર્થીઓ જેઓ ભવિષ્યમાં એમડી ,એમબીબીએસ, સર્જન ડોક્ટર બનશે તેમના મેડિકલ સાયન્સ ના અભ્યાસમાં આ દેહદાન ઉપયોગી નિવડશે.
સ્વર્ગીય માનાબેન ના દેહદાન ના સેવાકાર્ય માટે તેમના પુત્રો કાંતિલાલ,અમરૂતલાલ તેમની પુત્રીઓ નિરૂબેન,અમુબેન દ્વારા બનાસ મેડિકલ કોલેજ પાલનપુર ને તેમનું દેહદાન અર્પણ કરવામાં આવ્યું હતું.જનસેવા એજ પ્રભુસેવા ગ્રુપ પાલનપુર દ્વારા દેહદાન માટેની પ્રેરણા તેમના પરિવારને પુરી પાડવામાં આવી હતી, અને મોરિયા બનાસ મેડિકલ કોલેજ ખાતે તેમનું દેહદાન શાંતિપૂર્ણ થાય તે માટેની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી.
આ પણ વાંચો : ‘ભારત દેશ’ ગ્લોબલ સાઉથ અને વેસ્ટર્ન દેશો વચ્ચેનો બ્રિજ બનશે તેનો ગેટવે “ગિફ્ટસિટી” હશે