ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : ડીસા નગરપાલિકાના કર્મચારીનું ચાલુ ડ્યુટીએ એટેકથી મોત

Text To Speech

બનાસકાંઠા 27 મે 2024 : ડીસા નગરપાલિકામાં પાણી પુરવઠા વિભાગમાં નોકરી કરતા કર્મચારીનો ચાલુ ડ્યુટીએ હાર્ટ અટેક થી મોત નિપજતા સમગ્ર પાલિકા વર્તુળમાં ભારે શોકની લાગણી વ્યાપી જવા પામી છે.

ડીસા નગરપાલિકાની વોટર વર્ક શાખામાં બોર ઓપરેટર તરીકે ફરજ બજાવતા અને ભોપાનગર વિસ્તાર માં રહેતા અમૃતભાઈ શ્રીમાળી આજે સવારે હિમાલય સોસાયટીમા આવેલ ડીસા નગરપાલિકાની વોટર વર્કસ સાઈટ ખાતે ફરજ ઉપર હતા. તેઓએ સવારે અલગ અલગ લાઇનના વાલ્વ ખોલ્યા બાદ તેઓને અચાનક છાતીમાં દુખાવો ઉપડતા સાથી કર્મચારીઓ દ્વારા તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયા હતા. જોકે હોસ્પિટલ પહોંચતા તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.અમૃતભાઈ શ્રીમાળી વર્ષોથી ડીસામાં વોટર વર્કસ શાખામાં ફરજ બજાવતા હતા અને પ્રમાણિક અને કર્તવ્યનિષ્ઠ કર્મચારી તરીકે તેઓની છાપ હતી. તેઓના મોતથી પરિવારજનો ઉપરાંત નગરપાલિકા વર્તુળમાં ઘેરા શોકની લાગણી વ્યાપી જવા પામી છે.

આ પણ વાંચો : બનાસકાંઠા : ગરમીના પ્રકોપ વચ્ચે અંબાજી બસ ડેપોમાં ઠંડી છાસનું કરાયું વિતરણ

Back to top button