ઉત્તર ગુજરાતગુજરાત

દરેક વ્યક્તિને ભાજપ સાથે જોડવા માટેનો પ્રયાસ : ડીસાના ભીલડીમાં યોજાઈ ભાજપ મંડળની બેઠક

Text To Speech
  • બુથ સશક્તિકરણ અને આગામી કાર્યક્રમો અંગે ચર્ચા થઈ
  • ચૂંટણીની તૈયારીઓ કરવા હાકલ

પાલનપુર : ડીસા તાલુકાના ભીલડી ખાતે ભાજપ દ્વારા બુથ સશક્તિકરણ અને આગામી યોજાનાર કાર્યક્રમો અંગે ખાસ બેઠક યોજાઇ હતી. જેમાં પૂર્વ મંત્રી અને દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણે કાર્યકરોને સંગઠન મજબૂત બનાવવાની સાથે સાથે આગામી કાર્યક્રમો કઈ રીતે સફળ બનાવી શકાય તે અંગે માર્ગદર્શન આપ્યું હતું.

આગામી સમયમાં જિલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણી યોજાનાર છે. બનાસકાંઠા જિલ્લા પંચાયતમાં અત્યારે કોંગ્રેસની સત્તા છે. ત્યારે ભાજપનું સંગઠન મજબૂત થાય, નીચેના બુથ સુધી લોકો ભાજપ સાથે જોડાય અને આગામી સમયમાં જિલ્લા અને તાલુકા પંચાયતો ભાજપ હસ્તગત કરે તે માટે ભાજપના આગેવાનો દ્વારા પ્રયાસો શરૂ કર્યા છે. જે અંતર્ગત ડીસા તાલુકાના ભીલડી ગામે પણ પૂર્વ મંત્રી અને દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણની અધ્યક્ષતામાં ખાસ બેઠકનું આયોજન કરાયું હતું.

ભીલડીમાં પાર્શ્વનાથ જૈન દેરાસર ખાતે યોજાયેલી ભાજપ મંડળની બેઠકમાં બુથ સશક્તિકરણ અંગે ચર્ચા થઈ હતી. અગાઉ કાર્યકરોને આપેલી કામગીરીની સમીક્ષા પણ કરી હતી. જ્યારે ધારાસભ્ય કેશાજી ચૌહાણ, જિલ્લા ભાજપના મહામંત્રી કનુ વ્યાસ, મહામંત્રી સંજય બ્રહ્મભટ્ટ, ઈનચાર્જ અમૃત દવે, ઉપપ્રમુખ રસીકજી ઠાકોર સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અને આગામી સમયમાં યોજાનાર ભાજપના કાર્યક્રમોને કઈ રીતે સફળ બનાવી શકાય, વધુમાં વધુ લોકો કઈ રીતે કાર્યક્રમોમાં જોડાય તે અંગે પણ માહિતી આપવામાં આવી હતી. આ સિવાય આગામી ચૂંટણીઓમાં દરેક જગ્યાએ કઈ રીતે ભાજપ તરફી લોકો સમર્થન કરે તે માટે પણ માર્ગદર્શન અપાયું હતું.

આ પણ વાંચો : બનાસકાંઠા : અંબાજી ઉત્તર રેન્જ ફોરેસ્ટ વિભાગ દ્વારા સાઇકલ યાત્રા, લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગરૂતતા લાવવાનો પ્રયાસ

Back to top button