બનાસકાંઠા: બાર વર્ષથી ફરાર રાજસ્થાન નો આરોપી ઝડપાયો


પાલનપુર:બનાસકાંઠા જિલ્લા પેરોલ ફર્લો સ્કોડે છેલ્લા બાર વર્ષથી વચગાળા જામીન ઉપરથી અમદાવાદ સેન્ટ્રલ જેલના ફરાર આરોપીને બાતમી હકીકત આધારે સોનેથ થી ઝડપી પાડ્યો છે આરોપીને જીલ્લા જેલ ખાતે સોપી આગળ ની તપાસ હાથ ધરી છે.
ફરાર આરોપીને પેરોલ ફર્લો સ્કવોડે ઝડપી પાડ્યો
બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ પોલીસ અધિક્ષક બનાસકાંઠા જીલ્લાનાઓએ જીલ્લાના નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા સુચના કરેલ હોય પેરોલ ફર્લો સ્કવોડ ના પોલીસ ઇન્સ્પેકટર જે. જી. સોલંકી સ્ટાફ સાથે પેરોલ ફરારી તથા તેમજ નાસતા ફરતા આરોપીની તપાસમાં હતા દરમ્યાન બાતમી હકીકત આધારે અમદાવાદ સેન્ટ્રલ જેલના પાકા કામના કેદી પોપટભાઈ કોજારામ ભાટ રાવળ રહેવાસી ધમાણા સાંચોર ઝાલોર રાજસ્થાન ને સોનેથ ગામમાંથી ઝડપી પાડી આગળની કાર્યવાહી ને લઈ પાલનપુર જીલ્લા જેલ ખાતે સોપી વધું તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો :સ્મૃતિનો રાહુલ પર મોટો આરોપ, કહ્યું- અમેરિકા પ્રવાસ પર સુનીતા વિશ્વનાથને મળ્યા, શું છે મજબૂરી?